ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચોની વન-ડે સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું….

ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ધૂમ મચાવી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની T 20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. જેમાંથી ત્રણ મેચોની T 20 સિરીઝ હાલ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે આ સમગ્ર સીરીઝમાં 1-0થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ હવે 25 નવેમ્બરથી ત્રણ મેચોની વન્ડે સિરીઝ શરૂ થવા થઈ છે. આ સમગ્ર સીરીઝ માટે 16 સભ્યોની ટીમ ઈન્ડિયાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

T20 સિરીઝની વાત કરીએ તો પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી ત્યારબાદ બીજી t20 મેચ 20 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેમાં ભારતે 65 રને ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય વિજય મેળવી હતી. ત્યારબાદ ત્રીજી t20 મેચ 22 નવેમ્બરના રોજ રમાય હતી. જેમા ન્યૂઝીલેન્ડ એ પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ બોલિંગ કરીને 19.5 ઓવરમાં 160 રન આપીને ન્યૂઝીલેન્ડની સમગ્ર ટીમને ઓલ આઉટ કરી હતી. ટીમ ઇન્ડિયાની બેટિંગ સમયે વરસાદ આવતા ડીએલએસ પદ્ધતિથી આ મેચને ટાઇ જાહેર કરવામાં આવી હતી જેને કારણે સમગ્ર સિરીઝ પર ભારતે વિજય મેળવ્યો હતો.

ટી 20 સીરીઝ બાદ હવે 25 નવેમ્બરથી વનડે સિરીઝ રમવા જઈ રહી છે. આ વનડે સિરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 16 સભ્યોની ટીમ ઈન્ડિયાની મોટી જાહેરાત કરી દીધી છે. આ સમગ્ર વન ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન હાર્દિક પંડ્યાને નહીં પરંતુ શિખર ધવનને સોંપવામાં આવે છે. શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા 25 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમતી જોવા મળશે.

ન્યૂઝીલેન્ડ સામેની આ વનડે સિરીઝમાં રિષભ પંથને વાઇસ કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તો આ સાથે જ આ સિરીઝમાં ઘણા નવા યુવા ખેલાડીઓને પણ મોટી તક આપવામાં આવી છે આ સિરીઝમાં કોને સ્થાન આપવામાં આવ્યું અને કોનું પત્તું કપાયું તેના વિશે વિગવાર વાત કરીએ તો આ સિરીઝમાં બેટ્સમેન તરીકે શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, શુભમન ગી, શ્રેયસ ઐયર જેવા મોટા ખેલાડીઓને તક મળી છે તો આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને રિષભ પંથ મોટી તક આપવામાં આવી છે.

ઓલરાઉન્ડર તરીકે દિપક હુડા, વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને આ સિરીઝમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર સીરીઝમાં બોલિંગ લાઈન ની વાત કરીએ તો સ્પીનર તરીકે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને મોટી તક આપવામાં આવી છે તો આ સાથે ફાસ્ટ બોલર તરીકે શાર્દુલ ઠાકોર, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ શેન અને ઉમરાન મલિક સહિતના ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ તમામ સ્ટાર ખેલાડીઓ સારામાં સારું પ્રદર્શન દેખાડીને સમગ્ર સીરીઝ પર જીત મેળવીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ સફળ બનાવી શકે તેમ છે.

બોલીંગ લાઇન તરફ નજર કરીએ તો સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર તરીકે શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ શેન અને ઉમરાન મલિકને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ વન-ડે સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે અને સિરીઝમાં પણ જીત અપાવી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ 16 ખેલાડીઓની યાદી : શિખર ધવન, શુભમન ગિલ, દીપક હુડા,સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ: શિખર ધવન, શુભમન ગિલ, દીપક હુડા,સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *