114, 93, 70, 117, 71… સતત મોટા સ્કોર બનાવીને આ ભારતીય ખેલાડીએ રોહિત શર્માનું પત્તું કાપવાનું કર્યો દાવો…
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમી રહી હતી. આ સિરીઝ પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર વનડે, ટી-20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. અત્યારથી જ જૂન મહિનામાં આયોજિત આગામી વર્લ્ડકપની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ હાલમાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે.
ભારતીય સ્ટાર કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો હતો પરંતુ હાલમાં ટી-20 સિરીઝમાં તે જોવા મળ્યો નથી. આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ તે બહાર રહશે તેવા સમાચાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેનું સ્થાન લેવા માટે અલગ અલગ ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. હાલમાં જ આ ખેલાડીએ સતત મોટા સ્કોર બનાવીને તેનું પત્તું કાપવાનો દાવો કર્યો છે.
તાજેતરમાં આ ભારતીય ખેલાડીએ બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી સતત મોટા સ્કોર બનાવ્યા છે અને રોહિતનું પત્તું કાપીને ભારતીય ટીમમાં ઓપનિંગ કરવાનો દાવો કર્યો છે. તે અત્યાર સુધી ઘણો સફળ રહી ચૂક્યો છે. આઇપીએલમાં પણ તે પોતાનો કમાલ કરી ચૂક્યો છે. હાલમાં જ તેને સ્થાન આપવાની માંગ કરી છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભારતીય સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડીક્ક્લે વિજય હજારે ટ્રોફીમાં ધમાલ મચાવી છે. તેણે હાલમાં 71, 117, 70, 93 અને 114 રન બનાવ્યા છે. દરેક મેચમાં તેની સ્ટ્રાઈક રેટ પણ ઘણી સારી રહી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા તેને તક આપવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે. તેના કારણે મીડલ ઓર્ડરમાં અથવા ઓપનિંગ જોડીમાં મજબૂતાઈ વધી શકે છે.
દેવદત્ત પડીક્કલ અત્યાર સુધી આઇપીએલમાં ઘણો સફળ રહી ચૂક્યો છે. બીજી તરફ ડોમેસ્ટિક ક્રિકેટમાં તે સતત મેચ જીતાડતો આવ્યો છે. હાલમાં જ તેણે ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવે તે ભારતીય ટીમમાં પણ ધમાલ બચાવતો જોવા મળી શકે છે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ તેને સ્થાન આપવામાં આવી શકે છે.