ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ લીધી બોલિંગ, સુર્યાએ ઇશાન કિશન સહિત આ 4 ખેલાડીઓને કર્યા બહાર…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચમાં ભારતે જીત મેળવી હતી અને ત્રીજી મેચમાં હાર મળી હતી. હાલમાં રાયપુર ખાતે ચોથી મેચ રમાઈ રહી છે. ચોથી મેચ જીતીને ભારતીય ટીમ આ સિરીઝ જીતી શકે તેમ છે. આ મેચ ઘણી મહત્વની રહેશે. બંને ટીમો દ્વારા બદલાવો અંગે મહત્વપૂર્ણ સમાચાર પણ આપવામાં આવ્યા છે.
સમગ્ર મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા દ્વારા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ભારતીય ટીમ હાલમાં પ્રથમ બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા ટોસ સમયે મહત્વની વાતો જણાવવામાં આવી છે. જેમાં તેણે બદલાવો વિશે મહત્વપૂર્ણ સમાચાર પણ આપ્યા છે. તેણે આ 4 ખેલાડીઓને બહાર કર્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર કરવામાં આવ્યો છે. ચોથી મેચમાં તે હારનું કારણ બન્યો હતો. તે ખૂબ જ વધારે રન આપતો જોવા મળ્યો હતો. આવા કારણોસર તેને બહાર કરીને મુકેશ કુમારને સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફના શ્રેયસ ઐયરના આવતાની સાથે જ તેને સ્થાન આપવામાં આવ્યું છે. આવા કારણોસર તિલક વર્માને પણ બહાર કરવામાં આવ્યો છે.
આ બંને ખેલાડીઓ ઉપરાંત અર્શદીપ સિંહને પણ બહાર કરવામાં આવ્યો છે. તે પણ અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. તેના સ્થાને હાલમાં દીપક ચહરની એન્ટ્રી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને પણ સામેલ કરવામાં આવ્યો છે. આવા કારણોસર ઇશાન કિશનને બહાર થવું પડ્યું છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી છે.