કષ્ટભંજનદેવ હનુમાનજીને સ્પર્શ કરી આશિર્વાદ લો, તમામ દુઃખો થશે દૂર અને બનશો ધનવાન, જાણો સાળંગપુર હનુમાનજીનો ઇતિહાસ…

દેશ અને દુનિયામાં ઘણા બધા હનુમાનજીના ભવ્યથી અતિ ભવ્ય મંદિરો આવેલા છે તેમાંથી જો કોઈ પ્રાચીન મંદિર હોય તો એ સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજીનું છે આ મંદિર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામમાં સ્થિત છે. સાળંગપુરમાં આવેલ આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના સામ્રાજ્યમાં આવે છે.

સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરના ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે જ્યારે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યું હતું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદ સ્વામીએ લાકડાની લાકડી વડે મૂર્તિને શાંત કરી હતી અને તેમાં દૈવત પૂરવામાં આવ્યું હતું.

અને ત્યારબાદ આ સમયથી આજ સુધી સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર ભૂત પ્રેત પિશાચર ડાકણ વગેરે સહિતનો નાશ કરવા માટે પ્રખ્યાત બન્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા દેશ દુનિયાના ખૂણેથી આવતા ભક્તો માટે વિશેષ રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે.

તમને જણાવી દઈએ કે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરનું બાંધકામ શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું 1880 ની સાલમાં શાસ્ત્રીજી સ્વામી મહંત પદ ઉપર બિરાજમાન હતા. ત્યારે તેમણે આ સુંદર અને અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. કષ્ટભંજન દેવ હનુમાનજીનું આ મંદિર તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ માંથી છુટકારો મેળવવા માટે ખૂબ જ જાણીતું છે.

દુનિયાના ખૂણે ખૂણેથી આ મંદિરે લોકો પોતાનો પરિવારજનો સાથે દર્શને કરવા આવે છે તો આ સાથે જ અમુક ભૂત પ્રેત જેવી ભયંકર પીડા થી પીડાતા લોકો પણ ભૂત પ્રેત ભગાડવા માટે અહીં દર્શને આવે છે. ભૂત પ્રેત થી પીડાતા લોકો મંદિરમાં પ્રવેશતાની સાથે જ તેમાંથી ભૂતપ્રેત સહિતની નકારાત્મક શક્તિઓ દેહ ત્યાગ કરી દે છે અને માણસને તંદુરસ્ત બનાવી દે છે કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિરમાં શનિવારના દિવસે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *