વિશ્વનું એકમાત્ર ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર જ્યાં સિંહાસન પર બિરાજમાન છે રામદેવપીર મહારાજ, અલખ ધણીના દર્શન કરો…

રામદેવ પીરની મહિમા અપરંપાર છે. આ લેખમાં વિશ્વનું એક માત્ર ગુજરાતના સુરેન્દ્ર નગરના પીપળી ખાતે આવેલ રામદેવપીરના મંદિર અને તેની મહિમા વિશે વાત કરવાના છીએ. સુરેન્દ્રનગરના પીપળી ખાતે આવેલ આ રામદેવપીરના મંદિરને નકળંગ ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યાએ રામદેવપીર હાજરા હજૂર બિરાજમાન છે. આ જગ્યાએ રામદેવપીરના મંદિરની ખૂબ જ અદભુત રીતે રચના કરવામાં આવી છે. રામદેવ પીર લખીને શેર કરો.

નકળંગ ધામ રામદેવપીર મહારાજના આ ભવ્ય મંદિર વિશે વાત કરીએ તો તે મંદિર ખૂબ જ સુંદર અને કલાત્મક કોતરણ કામ વડે બનાવવામાં આવ્યો છે આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ ભગવાન રામદેવપીરની ભવ્ય પ્રતિમા નજરે પડે છે. આ મંદિરના દર્શન કરવા માટે હરિભક્તો દેશ વિદેશથી આવતા હોય છે. રામદેવ પીર લખીને શેર કરો.

તમને જણાવી દઈએ કે વિક્રમ સવંત 1968 માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો હતો. જ્યારે આ ગામના સવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોરીય ગામ ગયા હતા. આ સવા ભગત દિવસે વાસણ બનાવવાનું કામ કરતા અને રાત્રે સત્સંગ કરતા. એક દિવસની વાત છે સવાભગત પાસે એક દિવસે કબીર હંસ બનીને આવ્યા અને સવાભગતને ગુરુ જ્ઞાન આપ્યું જેને કારણે સવાભગતે પીપળી ગામે કબીર મંદિરની વિશાળ સ્થાપના કરી હતી. રામદેવ પીર લખીને શેર કરો.

વધુમાં વિક્રમ સવંત 1968 ની એક મધ્ય રાત્રીએ રણુજાના રાજા રામદેવપીર સવાભગત તરીકે ઓળખાતા સંતના ઘરે પધાર્યા અને પીપળી ગામમાં કાયમી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે રામદેવપીરે કહ્યું હતું કે મારો 52 ગજનો દેવળ બનશે. ઈશાન દિશામાં 52 ગજનો મારો નેજો ફરકશે. આચાર્ય રામદેવપીર હાજરાહજૂર બિરાજમાન છે વિશ્વમાં ફક્ત આ એક જગ્યાએ જ તેઓ સિંહાસન પર બિરાજમાન છે. રામદેવ પીર લખીને શેર કરો.
