આખી દુનિયાનું એકમાત્ર અર્ધનારેશ્વર શિવલિંગ જ્યાં થાય છે શિવપાર્વતીનું મિલન, દર્શન કરવાથી તમામ દુઃખો થાય છે દૂર, દર્શન કરવા ફોટા પર ક્લિક કરો, જાણો વિગતે..

આખી દુનિયામાં ભગવાન શિવજીના ઘણા બધા અને વિવિઘ માન્યતાવાળા મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અમુક સમયે દેવીયશક્તી તેની હાજરીનો અનુભવ કરાવે છે. આ બધા મંદિરોમાં દુનિયાનું એકમાત્ર ભગવાન શંકરનું અર્ધનારેશ્વર શિવલિંગ, જ્યાં શિવપાર્વતીનું મિલન થાય છે તેના વિશે આ લેખમાં ચર્ચા કરવામાં આવી છે. ભગવાન શિવજી અને પાર્વતીજીના મિલન વિશે માન્યતા ધરાવતું આ મંદિર ભારતમાં પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદે કાંગડા જિલ્લાના ઈન્દોરા તાલુકાથી 6 કિલોમીટર દૂર આવેલા કાઠગઢમાં આ અનોખું અને પુરાણોવાળું શિવમંદિર આવેલું છે.

વધુમાં હિમાચલ પ્રદેશમાં ઘણાબધા ફરવાલાયક અને રાજામહારાજા વખતના અને અમુકતો સદીઓ જૂના ધાર્મિક સ્થળો આવેલાં છે. તેમાંથી આ એક મંદિરની મહીમા અપરંપાર છે. આ મંદિરની વિશેષતાએ છે કે અહીં ભગવાન શિવજી અર્ધનારેશ્વરના રૂપમાં બેઠેલા છે. શ્રાવણ જેવા પવિત્ર માસમાં ભક્તો મંદિરે દર્શન કરવાં માટે ઉમટી પડે છે. વધુમા આ મંદિરે ત્યાંના રેહવાસી તો મંદિરે આવે છે પરંતુ આજુબાજુના રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીના દર્શન કરવાં માટે ઉમટી આવે છે.

વધુમા તમને જણાવી દઈએ કે શિવપુરાણમાં લખાયેલી એક કથા મુજબ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ માંથી મોટું કોણ ? આ વાત પર તેમની બંનેની વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે ભગવાન શિવ મહાગ્નિ તુલ્ય સ્તંભના રૂપમાં દર્શન આપવા માટે પ્રગટ થયા હતા. આ રીતે પ્રગટ થયેલા મહાગ્નિ તુલ્ય સ્તંભને જ કાઠગઢસ્થિત મહાદેવમાં બિરાજમાન શિવલિંગ માનવામાં આવે છે. જેને અર્ધનારેશ્વર શિવલિંગ તરીકે પણ ઓળખવામા આવે છે. વધુમા તમને જણાવી દઈએ કે ત્યાંના રહેવાસીઓ એવું માને છે કે આ શિવલિંગ કે જે બે ભાગોમાં વિભાજિત થયેલ છે તેની વચ્ચે રહેલું અંતર એવું મનાય છે કે ગ્રહો અને નક્ષત્રો જેમ બદલાય તેમ વધ ઘટ થાય છે.

આદિ અનાદી કાળથી આ રીતે પ્રગટ થયેલી શિવલીંગ જે 7 ફૂટ ઊંચાઈની અને 6.3 ઈંચ વ્યાસવાળી ભૂરા કાળા રંગના રેતી જેવા પથ્થરમાંથી બનેલી છે. આ પાવિત્ર શિવલીંગ બિયાસ અને છોછ ખરું નદી જ્યા મળે છે ત્યાં તેના સંગમસ્થાન નજીક આવેલા એક ટેકરા પર આવેલી છે. વધુમા તમને જણાવી દઇએ કે દર વર્ષે શિવરાત્રિ જેવા મહાપર્વ ઉપર ત્રણ દિવસનો મેળો ભરાય છે. આ પવિત્ર અર્ધનારેશ્વર શિવ શક્તિના દર્શન કરવા માટે આજુબાજુના રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.

આ ઉપરાંત અહીં આખો પવિત્ર શ્રાવણ માસ ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. 1986 ની સાલ પેલા આ મંદિરે ખાલી શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થતી હતી પણ આજ ના સમયમાં તેની સાથે કૃષ્ણ જન્માષ્ટમી, શ્રાવણ માસ મહોત્સવ, શરદ નવરાત્રી અને બીજા પણ અનેક ધાર્મિક તહેવારો અહીં ઊબલકા ભેર ઉજવવામાં આવે છે. આ પવિત્ર મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં આવેલી શિવલિંગ બે ભાગમાં વહેંચાયેલી છે.જેમાં રહેલા નાના ભાગને માતા પર્વતી અને ઊંચા ભાગને ભગવાન શિવ છે તેમ માનવામાં આવે છે.

વધુમાં તમને જણાવી દઈએ કે એક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના આ અર્ધનારેશ્વર વચ્ચે રહેલું અંતર ગ્રહો અને નક્ષત્રો જેમ બદલાય તેમ વધ ઘટ થાય છે અને પવિત્ર મહાશિવરાત્રી પર આ બંનેનું મિલન થાય છે. આ સમગ્ર શિવલિંગમાં ભગવાનના રૂપમાં રહેલી શિવલિંગની ઊંચાઈ લગભગ 8 ફૂટ જેટલી છે અને માતા પાર્વતીના રૂપમાં રહેલી શિવલિંગની ઊંચાઈ લગભગ 6 ફૂટ જેટલી છે.આવી અનોખી વિશેષતા ધરાવતું આ મંદિર આખી દુનિયામાં એક છે કે ત્યાં શિવલિંગ બે ભાગમાં વહેંચાયેલું છે. વધુમાં તમને જણાવી દઈએ કે ગરમીની મોસમમાં આ અર્ધનારેશ્વર સ્વરૂપ બે ભાગમાં વર્ગીકૃત થઈ જાય છે અને શિયાળામાં ફરી એક સ્વરૂપ ધારણ કરે છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર મંદિરનું નિર્માણ સિકંદરે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *