1100 વર્ષ પછી બન્યો મહાયોગ દાદાની કૃપાથી ગુરુ ગ્રહનો આ રાશિઓમાં પ્રવેશથી થશે લાભ, જાણો તમારુ આજનું રાશિફળ..

મેષ રાશિ : મેષ રાશિ ધરાવતા લોકો માટે તેમના ગુરુનું પરિભ્રમણ 10મા ક્રમે હોવાથી નીચે મુજબના લાભ ગેરલાભ થઈ શકે છે. આ રાશિ ધારકોને પોતાના વેપાર-ધંધા માટે તેમજ કાર્યક્ષેત્રમાં સારી એવી પ્રગતિ અપાવશે. વધુમાં પોતાના વેપાર ધંધામાં નવા રોકાણકારો અને નવા પ્રોજેક્ટ આવવાની વધુમાં વધુ શક્યતાઓ છે. વેપાર-ધંધામાં વધુ નફા માટે નવી તકો આગામી દિવસોમાં મળશે.

વૃષભ રાશિ : વૃષભ રાશિ ધરાવતા લોકો માટે તેમને ચંદ્ર કુંડળીમાં ગુરુદેવ તેના સ્વભાગ્ય સાથે પરિભ્રમણ કરવાથી તેના વ્યાવહારિક તેમજ ઘર-પરિવાર સમાજ માં તેની પ્રશંસાઓ વધશે. સંતાનપ્રાપ્તિની સમસ્યાઓ દૂર થશે. તથા ધન પ્રાપ્તિની તકો વધુ પ્રમાણમાં મળી રહેશે. વધુમાં ઘરે શુભ પ્રસંગોના તેડા આવશે.

મિથુન રાશિ : મિથુન રાશિ ધરાવતા લોકો તેમના ગુરુ ના 8મા ક્રમમાં પરિભ્રમણથવાથી આ રાશિવાળા જાતકોને ગુરુદેવ ધાર્મિક તેમજ આધ્યાત્મિક રીતે તમને વિવિધ લાભ અપાવશે. તમારા કુળદેવી દેવતાનું ધ્યાન ધરો તેમની સાથે પ્રાર્થના અર્ચનાઓ કરો. વધુમાં દર્શન કરવા કે યાત્રાઓ પર જવાથી તમને નુકસાન થશે.

કર્ક રાશિ : કર્ક રાશિ ધરાવતા લોકો માટે ગુરુનું 7માં ક્રમમાં પરીભ્રમણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિ ધારકોને આજે ધનલાભના સંકેત મળી રહ્યા છે વધુમાં વાહનમાં પણ તે લાભ થશે અને સ્ત્રીસુખમાં પણ વધુ લાભ થઈ શકે. વધુમાં સરકાર તરફથી તેમજ તેના સમાજ તરફથી તેમને અમુક સારા કામો કરવા બદલ સન્માનિત કરવામાં આવી શકશે.

સિંહ રાશિ : સિંહ રાશિ ધરાવતા જાતકો માટે તેના ગુરુનું 6માં ક્રમમાં પરીભ્રમણ થવાથી તે અશુભ માનવામાં આવે છે. જેના લીધે આજે આ રાશિના લોકોને કોઈ બીજા વ્યક્તિ કે દુશ્મનો સાથે વિવાદો વિકરી શકે. આવી વાતોમાં માનહાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વેપાર-ધંધામાં તેમજ તમારી જોબમાં અસંતોષ થઇ શકે. તમારા આરોગ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખો.

કન્યા રાશિ : કન્યા રાશિ ધરાવતા જાતકો માટે તેમના ગુરુનું પરિભ્રમણ ચંદ્ર રાશિથી પાંચમા ક્રમે હોવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખૂબ જ મહેનત કર્યા બાદ સફળતા મળે એ સફળતા ખૂબ જ લાંબા સમય સુધી ટકશે. વેપાર-ધંધામાં કે નોકરીમાં પ્રમોશન મળી શકે. પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં વધુ પડતું ધ્યાન આપો જેથી તમને સફળતા સારી મળી શકે. વેપાર-ધંધામાં લાભ વધી શકે.

તુલા રાશિ : તુલા રાશિ ધરાવતા લોકો માટે ગુરુનું પરિભ્રમણ ચોથા ક્રમમાં થવું એ ખુબજ શુભ મનાય છે ધનપ્રાપ્તિમાં વધારો થશે તેમજ સંતાન પ્રાપ્તિની તમામ સમસ્યાઓથી છુટકારો મળશે. કુટુંબના સભ્યો સાથે તેમજ સમાજના બીજા સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ ધરાવતા લોકો માટે ગુરુનું પરિભ્રમણ ત્રીજા સ્થાનમાં હોવાથી થોડુંક અશુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને તેના આરોગ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખવું અમુક મોટા રોગોમાં સંપડાઈ શકો. ધંધાને કે નોકરીમાં બીજા સાથીઓ સાથે દુશ્મનાવટ આવી શકે. યાત્રાઓમાં મુશ્કેલી આવી શકે.

ધન રાશિ : ધન રાશિ ધરાવતા જાતકો માટે ગુરુનું પરિભ્રમણ બીજા ક્રમાં થતું હોવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કરેલી મહેનતનું ફળ લાંબા સમય સુધી મળતું રહેશે. પરિવારિક જુના પ્રશ્નોનું નિરાકરણ અમુક શુભ મંગલ પ્રસંગોનું આયોજન થશે. વેપાર-ધંધામાં પ્રગતિ થશે.

મકર રાશિ : મકર રાશિના જાતકોને માટે ગુરૂનું ખાસ પરિભ્રમણ મકરમાં જ થતું હોવાથી તેમનો આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રીતે થતું પરિભ્રમણ વ્યાપારિક વ્યવહારમાં તેમના સામાજિક વ્યવહારમાં ખૂબ જ આંતરિક બળ પૂરું પાડે છે. આરોગ્યને લગતી અમુક બાબત જ માં વધુ પડતા ચરબીયુક્ત ખોરાક ન લેવો તેમજ વધુ ફેટ ધરાવતા પદાર્થનું સેવન ન કરો.

કુંભ રાશિ : કુંભ રાશિ ધરાવતા જાતકો માટે તેમના ગુરુનું પરિભ્રમણ 12મા સ્થાને થતું હોવાથી શારીરિક યોગ અને વ્યાયામ માં વધારો કરે છે. વિદેશ જવા માટેની ટિપ્સ કેન્સલ થઈ શકે. વધુમાં કોઈ મોટા વ્યક્તિ તેના પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. પોતાના આરોગ્ય માટે બહારની વસ્તુ ખાવાનું ટાળો.

મીન રાશિ : મીનરાશિ ધરાવતા જાતકો માટે તેમના ગુરુનું પરિભ્રમણ 11માં ક્રમ થવાથી તમારે આવકમાં થશે વધારો. લગ્ન સંબંધિત તમામ મુશ્કેલીઓમાંથી મળશે છુટકારો. વ્યાપાર-ધંધામાં તેમજ નોકરીમાં પ્રમોશન થઇ શકે અને ધન પ્રાપ્તિ માં વધારો થઇ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *