“કિંગ ઓફ સાળંગપુર” સાળંગપુરમાં તૈયાર થઈ રહી છે 54 ફૂટની હનુમાનજી મહારાજની સૌથી ઊંચી મૂર્તિ, આટલા કિલોમીટર દૂરથી કરી શકાશે દર્શન, જુઓ તસવીરો..

બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવનું વિશાળ કાય મંદિર આવેલું છે એવું પણ કહેવામાં આવે છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ, આગામી દિવસોમાં સાળંગપુરમાં હનુમાનજી મહારાજની વિશાળકાય પ્રતિમા નું નિર્માણ થઈ રહ્યું છે જેને કિંગ ઓફ સાળંગપુર ના નામનું બિરુદ આપવામાં આવ્યું છે આ મંદિરે આજે સમગ્ર દેશ નહિ પરંતુ દેશ વિદેશથી લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે દર્શને આવતા હોય છે.

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરે હનુમાનજી મહારાજની સૌથી ઊંચી 54 ફૂટની વિશાળ કાય મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે આ વિશાળ કાયમ મૂર્તિનું નિર્માણ કરવામાં આશરે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સાળંગપુરમાં તૈયાર થઈ રહેલા આ કિંગ ઓફ સાળંગપુરની વિશાળકાય મૂર્તિ સાળંગપુર આવતા ભક્તો તેને સાત કિલોમીટર દૂરથી પણ તેના દર્શન કરી શકશે. હનુમાનજી મહારાજની આ વિશાળ મૂર્તિનું નિર્માણ સાળંગપુરમાં થતું હોવાથી હાલ ભક્તો અને સંતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

ઘણા સમયથી સાળંગપુરમાં આ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિનું કામ ચાલી રહ્યું છે હવે આ કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે થોડા જ સમયમાં આ કિંગ ઓફ સાળંગપુર ની વિશાળ કાય પ્રતિમાનું નિર્માણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ મૂર્તિની સામે 62000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લઇ શકે છે એટલી ક્ષમતા ધરાવે છે.

54 ફૂટની આ વિશાળ કાય પ્રતિમાનું નિર્માણ કરવા માટે 370 જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે આ 54 ફૂટની વિશાળ મૂર્તિ 18 ફૂટ ઊંચા બેજ પર તૈયાર થઈ રહી છે અને તેનું મુખ દક્ષિણ દિશામાં સ્થાપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા આ મૂર્તિનું મુખ ઘણા દિવસનો રસ્તો કાપીને સાળંગપુર મુકામે આવી પહોંચ્યું હતું અને સંતો હરિભક્તો દ્વારા આ મુખની પૂજા યાચના કરીને તેને વધાવવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા હનુમાન દાદાની મૂર્તિના પગ અને છાતી ના ભાગ સાળંગપુર ધામ આવી પહોંચ્યા હતા અને તેના ફીટીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

સંતો હરિભક્તો દ્વારા સાળંગપુર ધામ પહોંચેલ આ મૂર્તિના વિવિધ ભાગોનું સ્વાગત કરવા માટે સાંજના સમયે કુંડળધામ ખાતે સંતો મહંતો દ્વારા મૂર્તિના વિવિધ ભાગોની વિધિવત રીતે પૂજન અને આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ હરિભક્તોને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. સાળંગપુર ધામ હવે એક પર્યટનનું સ્થળ તરીકે વિશ્વવિખ્યાત બન્યું છે આ મૂર્તિ સંપૂર્ણ રીતે તૈયાર થતાં સાત કિલોમીટર દૂરથી લોકો આ ભવ્ય પ્રતિમાના દર્શન કરી શકશે જેના કારણે લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *