આદુમાં ભગવાન ગણેશના આ અદભુત આકારના દર્શન કરવાથી તમારી પાસે ક્યારેય નહિ ખૂટે ધન-સંપત્તિ, જાણો કેમ એવો આકાર બન્યો…

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણી તસવીરો વાયરલ થતી હોય છે. પરંતુ હાલ વાયરલ થયેલ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની આ અદભુત તસવીર જોઈને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે. આ તસવીર કોઈ ચિત્રકારે બનાવેલી નથી પરંતુ કુદરતી રીતે આદુમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમા દેખાઈ રહી છે તેવો ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી આગ પકડી રહ્યો છે.

છેલ્લા દિવસોથી સોશિયલ મીડિયા વોટ્સેપ પર આ એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિન્દુ દેવતા અને વિઘ્નહર્તા શ્રી ગણેશનો આદુ માંથી બનેલ અદભુત ફોટો વોટ્સેપ ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ આ તસવીરમાં ગણપતિ આદુ માંથી બનેલા હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટામાં ભગવાન શ્રી ગણેશજીનો કુદરતી અવતારમાં જોવા મળી રહ્યો છે જેના દર્શન કરવાથી ધન સંપત્તિ ક્યારેય નહીં ખૂટે તેવું જાણવા મળી રહ્યું છે.

વાયરલ થઈ રહેલા આ વિઘ્નહર્તા ગણેશની પ્રતિમાનું સત્ય શું છે તે હકીકતમાં અમે તમને જણાવીશું, જે જાણીને તમે ચોંકી ઉઠશો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ આદુની છે અને તે કુદરતી રીતે તૈયાર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ચમત્કાર જોઈને લોકો ગણેશજી સ્વયં પ્રસન્ન થયા છે એવું માની રહ્યા છે જેને કારણે આ ફોટો ઝડપથી તેમના મિત્રો અને સંબંધીઓને દર્શન કરવા માટે મોકલી રહ્યા છે.

વાયરલ થયેલ આ તસવીરની હકીકત કંઈક અલગ છે આ તસવીર એક આર્ટિસ્ટે માટીમાંથી બનાવી છે અને તેને આદુના ચિત્રમાં અંકિત કરવામાં આવી છે. આ ફોટો પ્રિન્ટેસ્ટ પર તે આર્ટિસ્ટે શેર કર્યો હતો. પરંતુ આ આર્ટિસ્ટની કલા જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આદુની આ ગણેશજીની પ્રતિમા વિશે લોકો એવું માની રહ્યા છે કે ગણેશજીનો ચમત્કાર થયો છે. દરરોજ ગણેશજીના દર્શન કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધન સંપતિની ખોટ નહીં વર્તાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *