કાળીચૌદસનાં દિવસે આ ઉપાય કરવાથી હનુમાન દાદા થશે પ્રસન્ન પૈસાની તંગી દૂર થઈ રૂપિયાનો થશે વરસાદ, બનશો અબજોપતિ..

કાળી ચૌદસના દિવસે કેટલાક ઉપાયો કરવાથી હનુમાનજીની કૃપા આખું વર્ષ બની રહે છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવતી હોય છે દર વર્ષે ધનતેરસ પછી કાળી ચૌદશનો દિવસ આવે છે અને ત્યારબાદ દિવાળી હોય છે આ દિવસે હનુમાનજી મહારાજ, શનિ દેવ, મહાકાળી, ક્ષેત્રપાળ ભૈરવ ની ઉપાસના કરવી ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે કાળી ચૌદસના દિવસે હનુમાનજી મહારાજના મંદિરમાં પણ ભારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.

પહેલાના જમાનામાં ઘણી એવી પણ માન્યતાઓ છે કે કાળી ચૌદસના દિવસે હનુમાન જયંતી ઉજવવાની પણ કેટલીક વિશેષ પરંપરાઓ રહેલી છે હનુમાનજી મહારાજની જન્મ તિથીનો કોઈ સાચો દિવસ નથી એટલે જ આપણે હનુમાનજી મહારાજની જન્મ જયંતી વર્ષમાં બે વખત ઉજવવામાં આવતી હોય છે એક ચૈત્ર મહિનાની પૂનમે અને બીજી કાળી ચૌદસના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવતી હોય છે.

કાળી ચૌદસના દિવસે કેટલાક ઉપાયો કરવાથી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેતી હોય છે આજે આપણે આ લેખમાં આ ઉપાયો વિશે વિગતવાર વાત કરવાના છીએ. પ્રથમ ઉપાયમાં કાળી ચૌદસના દિવસે સિંદૂર અને ચમેલીના તેલથી એક કાગળ પર સાથીઓ બનાવો અને આ સાથેની પૂજા કરો અને ત્યારબાદ આ સાથે અને તમારી ઘરની તિજોરીમાં મુકી દયો. આ ઉપાયથી તમારી તિજોરીમાં ક્યારે પણ ખૂટશે નહીં અને તમે સુખ સમૃદ્ધિથી સંપન્ન બનશો.

હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો એક બીજો પણ ઉપાય છે હનુમાનજીની આગળ ચમેલીના તેલનો ઉપયોગ કરીને દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં મંગળનો દોષ દૂર થાય છે કાળી ચૌદસના દિવસે દાન પુણ્ય કરવાથી પણ સારો એવો લાભ થતો હોય છે ગરીબોને ભોજન કરાવવું જરૂરી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ તમારા ઇષ્ટદેવ ના નામની માળાઓ કરવી જોઈએ.

વધુમાં કેટલાક બીજા ઉપાયોનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં સવારે સ્નાન કર્યા બાદ તમે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવી શકો છો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાવ ત્યારે લાલ રંગની ધજા અને હનુમાનજીને સિંદૂર ધોતી ચડાવી શકો છો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આવતા વર્ષે આવનારી કેટલીક મુશ્કેલીઓ દૂર થશે અને ધનપ્રાપ્તિના નવા માર્ગો દેખાશે. પીપળાના વૃક્ષના 11 પાન લઈને હનુમાનજીના મંદિરે જાવ અને દરેક પાનમાં લાલ ચંદન વડે શ્રીરામ લખીને હનુમાનજીના ચરણોમાં મૂકવાથી તમારા ઘરમાં થશે લક્ષ્મી નો વરસાદ બનશો અબજોપતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *