મંગળવારે આ પાંચ કામ કરવાથી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી તમારા પર થશે મહેરબાન અને ક્યારેય નહિ ખૂટે ધન…

મંગળવારનો દિવસ સાળંગપુર હનુમાનજી દાદા માટે ખૂબ જ જરૂરી, મહત્વનો અને ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે કષ્ટભંજન દેવ પોતાના ભક્તોની પ્રાર્થના અવશ્ય સ્વીકારે છે અને તેનો ઝડપથી પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મંગળવારનો દિવસ અતિ શુભ અને ગુણકારી માનવામાં આવે છે આ દિવસથી અમુક કામો અને મંત્રો બોલવાથી ભગવાન કષ્ટભંજન દેવ તમારા પર મહેરબાન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મીને ફૂટવા દેતા નથી આ દિવસે ભક્તોએ કયા કયા કર્મો કરવા જોઈએ તેના વિશે વિગતવાર વાત કરીએ.

1. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે સાંજે હનુમાનજી મહારાજના મંદિરે જઈને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઈએ અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો સાચા મનથી પાઠ કરવો જોઈએ.

2. વ્યવહારિક અને પરંપરિક જીવનમાં જો કોઈ વ્યક્તિને પોતાની ઉપર દેવું હોય અને તેમાંથી જો તમારે મુક્તિ મેળવવી હોય તો તેમણે મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પીપળાના વૃક્ષનું એક પાન તોડીને સ્વચ્છ પાણીએ સાફ કરવું અને ત્યારબાદ હનુમાનજી મહારાજના ચરણોમાં આગળ મૂકવું. આ પાન ઉપર કેસર અથવા ચંદન થી જય શ્રી રામ લખો અને ત્યારબાદ પૂજા કર્યા પછી આ પાનને પોતાના પર્સ અથવા બટવામાં મૂકવાથી જીવનમાં ધન લક્ષ્મી ક્યારેય નહી ખૂટે.

3. શાસ્ત્રો અને આદિ પુરાણોમાં લખવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે હનુમાન મૃત્યુંજય મંત્રની સ્થાપના શુભ ગણવામાં આવે છે જો તમે હનુમાન મંત્ર ની સ્થાપના કરીને તેની યોગ્ય નિયત પૂજા કરો તો તમારા જીવનમાં રહેલા તમામ દુઃખો ધીમે ધીમે નાશ પામશે.

4. મંગળવારે સવારે વહેલા ઊઠીને સ્નાન પૂજા કરીને પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરીને પછી પૂર્વ દિશા તરફ પોતાનું મુખ રાખીને રામના નામની 11 માળવા જપવી.

5. વેદોમાં દર્શાવવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે કાળા અડદના દાણા કોલસાની ભૂકી સાથે એક સફેદ કપડામાં પોટલી બનાવી તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો અને હવે આ પોટલી ને નદીના ખડખડતા પાણીમાં પોટલી ને વહેતી મૂકવી પછી હનુમાનજીના મંત્રનો જાપ કરવો તમારી હરેક મનોકામના પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *