ગારીયાધાર તાલુકાના 34 ગામોના લોકોને પાણી પુરવઠો પહોંચાડવા માટે આટલા કરોડના ખર્ચે નર્મદા જળાશય આધારિત સુધારણા યોજનાનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત થયું જુઓ ફોટા..
ગારીયાધારમાં ખાતમુહૂર્ત આ સિલસિલો હવે આગળ ચાલી રહ્યો છે એક પછી એક મોટા મોટા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. તેવામાં આજે આશરે 34.49 કરોડના ખર્ચે નર્મદા જળાશય આધારિત સુધારણા યોજનાનું મોટું યોગદાન ગારીયાધાર તાલુકા અને તેના ગામોને મળ્યું છે. ગારીયાધાર તાલુકાના 34 ગામડાઓમાં વ્યક્તિ દીઠ દરરોજ 100 લિટર પાણી પુરવઠો પહોંચવા માટે આ સુધારણા યોજનાનું ભૂમિ પૂજન 101 ગારીયાધાર જેસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.
આ મોટા ઉમદા કાર્યને કારણે આ 34 ગામોમાં આવતા 40 થી 50 વર્ષ માટે પીવાના પાણીની તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે. આવનારા સમયમાં જો દુકાળ જેવી વિકેટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પણ પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થશે નહીં. ગારીયાધાર તાલુકાના આ 34 ગામો માટે આ એક ખૂબ જ સારા સમાચાર ગણી શકાય. હજુ પણ ગારીયાધાર તાલુકાના બાકીના બીજા 14 ગામોમાં આ કામગીરી માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.