સૌરાષ્ટ્રની આ મોટી બેઠક પર પરથી સ્ટાર કમાએ ભાજપનો ઝંડો લહેરાવી કર્યો પ્રચાર, AAPને લાગશે મોટો ઝટકો….
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ પોતાનો પ્રચાર પૂર જોશમાં કરી રહી છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો ઘરે ઘરે જઈને વિશેષ પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારો અને પાર્ટીઓ પ્રચાર કરવામા દિવસ રાત એક કરી રહી છે તો ભાજપે સ્ટાર પ્રચારકોની આખી ફોજ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં હાલ મોટા મોટા નેતાઓ જેવા કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડવણીસ, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના મોટા કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે પહોંચી ગયા છે.
આ મોટા કેન્દ્રીય નેતાઓના પ્રચારની વચ્ચે એક મોટું નામ સામે આવ્યું છે. ગુજરાતમાં ઘરે ઘરે પ્રસિદ્ધ થયેલ કમો ભાજપનો પ્રચાર કરતો હોય તેવું નજરે પડી રહ્યું છે ભાજપએ તેને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યો છે કિર્તીદાન ગઢવીના ડાયરામાં ‘ઘેરે જાવું ગમતું નથી’ આ ગીત પર ડાન્સ કરીને વાયરલ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં કમોજ કમો થઈ રહ્યું છે. હવે આ કમો પ્રચારના આ ધમધમાટમાં ઉતર્યો છે સૌરાષ્ટ્રની આ મહત્વપૂર્ણ બેઠક પર સૌ પ્રથમ કમો ભાજપનો ઝંડો લઈને પ્રચાર કરતો નજરે પડ્યો છે.
કિર્તીદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરતો કમો ચૂંટણીના આ ધમધમાટ માં પણ રમઝટ બોલાવી રહ્યો છે તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ બેઠક ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમો પ્રચાર કરતો જોવા મળ્યો છે. ભાવનગર પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં કમાએ ગાડી પર ભાજપનો ઝંડો લહેરાવીને રોડ શો કર્યો હતો અને ભાજપનો મોટાભાઈ પ્રચાર શરૂ કર્યો હતો. કમાને જોવા માટે મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા.
વધુમાં તમને જણાવે તેવી કે સુરેન્દ્રનગરનાં કોઠારીયાના વતની કમાભાઈ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં ડાન્સ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થયા છે તેઓ સોશિયલ મીડિયામાં ભારે પકડ બનાવી છે તે હવે ભાજપ માટે ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે ગમે તે ડાયરામાં કમો ન હોય તો ડાયરાની મજા આવતી નથી તેવી જ રીતે હવે ચૂંટણીમાં પણ કમા વગર મજા નહિ આવતી હોય તેવું લાગી રહ્યું છે.