જાણો ગારીયાધારના એક એવા યુવા નગરપાલિકા પ્રમુખ વિશે જેમણે ગારિયાધાર તાલુકાને બનાવ્યું આધુનિક અને સુંદર શહેર એકથી એક ચડિયાતા કામો કર્યા…
હાલ ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ તરીકેની ફરજ શ્રી ડો. પ્રફુલભાઈ કત્રોડિયા બજાવી રહ્યા છે. તેના કાર્યકાળમાં તેમને ગારીયાધાર તાલુકાના શહેરી વિસ્તારમાં અનેક એવા ઉમદા કાર્યો કર્યા છે કે જેણે આજે ગારીયાધાર શહેરને એક આધુનિક સુંદર શહેર તરીકેનું બિરુદ આપ્યું છે. ગારીયાધાર તાલુકામાં સુંદર બાગ બગીચાઓ, સર્કલો, પાકા રોડ રસ્તાઓ અને તેની સાથે જ એવું કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતાની બાબતમાં પણ સારા ઉમદા વિચાર ભર્યા કમો કર્યા છે જેમાં આશરે 14 કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલુ છે.
આ પ્લાન્ટ વડે ડ્રેનેજ લાઈનમાંથી આવતું ગંદુ પાણી એક જગ્યા એ એકઠું કરી ફિલ્ટર કરી શહેર માં ખેતીવાડી માટે પૂરું પાડવામાં આવશે. જેના કારણે પાણીની પણ બચત થશે. આવા મોટા ઉમદા વિચારોની સાથે સંપૂર્ણ શહેરી વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ વડે ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે. ગારીયાધારના લોકોને હંમેશા તેના આવા મોટા વિકાસના કામોથી સંતોષ મળ્યો છે. નગરપાલિકા પ્રમુખ સહિત તેની ટીમ માટે આ ગર્વ લઈ શકાય તેવી વાત કહેવાય. આવા સારા વિકાસના કામોથી ગારીયાધારની રોનાકમાં વધારો થયો છે.
સાથો સાથ વૃક્ષા રોપણ, આરોગ્ય લક્ષી કેમ્પો અને શિક્ષણ ક્ષેત્રે પણ ગવર્મેટ સ્કુલોમાં રીનોવેશન અને અત્યાધુનિક સાયન્સ વિભાગની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આશરે 10 કરોડ ના ખર્ચે સાયન્સ કોલેજનું નિર્માણ થઇ રહ્યું છે. તો આ સાથે જ ગારિયાધારમાં શેરીએ શેરીએ પાકા રસ્તા અને બ્લોક ફિક્સિંગ શહેરનો એક પણ છેડો બાકી નહિ હોય. પોતાની આત્મશક્તિઓ વિકસાવવામાં મદદ માત્ર એક ક્ષેત્રે નહીં પણ ગારીયાધાર માં સર્વ ક્ષેત્રે સર્વાંગી વિકાસ
જેમાં શિક્ષણ, આરોગ્ય, પાકા રોડ રસ્તાઓ, અંડર ગ્રાઉન્ડ ગટર, ફિલ્ટરપલાન્ટ દ્વારા ફિલ્ટર કરેલું પાણીવધુમાં સુએજ ટ્રીટમેન્ટ પલાન્ટ, રાત્રે અંધકાર માંથી મુક્તિ અપાવતી સ્ટ્રીટ લાઈટો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.5 લાખની સહાય દ્વારા પાકા આવાસ નિર્માણની સહાય, નવા આંગણવાડીના પાકા મકાન, એમ.ડી.પટેલ હાઈસ્કૂલનું રીનોવેશન, આધુનિક અટલ લેબનું લોકાર્પણ અને ટુક સમયમા ગારીયાધાર માટે એક આધુનિક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત અને ગામમાં નિર્માણ પામી રહેલી સરકારી સાયન્સ કોલેજ એ શહેરનો સર્વાંગી વિકાસ અને વિશ્વાસ વિકાસ નું સુશાશન એટલે કે શહેર મા ચાલી રહેલ ગુડ ગવર્નન્સની છબીને સાકાર કરે છે.
ગારીયાધાર શહેરી વિસ્તારમાં કરવામાં આવતા તમામ કામોની ફોટા સાથેની માહિતી માનનીય નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ કાત્રોડીયા પોતાના ફેસબુક પેજ ઉપર સતત શેર કરતા હોય છે. આજે જ નીચેની લિંક પર ક્લિક કરીને ફેસબુક પેજની મુલાકાત લો. https://www.facebook.com/profile.php?id=100069422633428