કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા, ત્યારબાદ તેના વિશે સી.આર.પાટીલે આપી મોટી પ્રતિક્રિયા કહ્યું એવું કે…

ગુજરાતમાં હવે ચૂંટણીને લઈને માહોલ ખૂબ જ ગરમાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં જ સી.આર.પાટીલની કેજરીવાલ સામે કંસના વંશજો મુદ્દે મોટું નિવેદન સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ પોતાનું નિવેદન આપતા જણાવે છે કે કેજરીવાલ મુખ્યમંત્રી તરીકેના જવાબદાર પદ ઉપર હોવા છતાં બેધડક ખોટું બોલી રહ્યા છે તેણે પોતાના વાણી પર અંકુશ રાખવો જોઈએ.

વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ નિવેદન આપતા જણાવે છે કે કેજરીવાલ જેવા ખોટું બોલવા વાળા માણસને આજ સુધી મેં જોયો નથી. અને આ રીતે કેજરીવાલ ખોટું બોલ્યા છે તેના પર વિશ્વાસ મૂકવો કે તેના વિશે કંઈ પણ બોલવું મુશ્કેલ લાગી રહ્યું છે. એક કાર્યક્રમમાં કેજરીવાલના કેહવા અનુસાર તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968 માં થયો પરંતુ 15 ઓગસ્ટ 1968 ના રોજ જન્માષ્ટમીનો તહેવાર હતો તો તેમનો ખોટું બોલવાની જરૂર શા માટે પડે તે સમજવું ખૂબ જ ભારે પડી રહ્યું છે.

આ ભાષણ પર સી આર પટેલ પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે કે ગુજરાતના લોકો સારા કહેવાય કેમ કે ગુજરાતના જ લોકોને કંસ કહેવું અને તેમના પાસેથી વોટ માગો એ કાંઇ નાની મોટી વાત નથી ગુજરાતની જનતા સમજદાર છે નકર તો કેજરીવાલને ગુજરાતમાં ઘૂસવા પણ દે એમ નથી. આ વાત અંતમાં સી આર પાટીલે કરી હતી. સી આર પટેલ એમ પણ કહ્યું હતું કે કેજરી વાલે પોતાની વાણી પર અંકુશ રાખવો જોઈએ.

થોડા દિવસો પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટું ભાષણ આપ્યું હતું તેમણે અરવિંદ કેજરીવાલ પર મોટા આંકરા પ્રહારો કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં જણાવે છે કે અરવિંદ કેજરીવાલ નો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય છે આ વાતમાં કોઈ નવાઈ લાગતી નથી વધુમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ની વાત અલગ હોય છે તો ઉત્તરાખંડ દિલ્હી અને પંજાબ ચૂંટણીમાં એની એ વાતો બદલાઈ જતી જોવા મળે છે. ગુજરાતની જનતા જાણે છે બધું એને કોઈ બીજા માણસોને ઓળખવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *