હાર્દિક પટેલે AAP વિશે આપ્યું મોટું નિવેદન કહ્યું- BJP 150 થી વધારે સીટો પર ભવ્ય જીત મેળવશે અને AAP કંઈ નહીં….
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો મહાલ ખૂબ જ જામેલો છે. વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતો થતા ની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે અને તમામ પાર્ટીઓ રાત દિવસ એક કરીને ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં કરી રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે ચરણોમાં યોજાશે. રાજ્યમાં પ્રથમ ચરણમાં 89 સીટો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે તો આ સાથે જ બીજા ચરણમાં 93 સીટો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.
ગુજરાતની 182 સીટો પર મતગણતરી 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દિક પટેલ પ્રથમ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા પરંતુ બે વર્ષ બાદ તેઓ ફરી પાર્ટી બદલીને અત્યારે ભાજપમાં જોડાયા છે ભાજપમાં જોડાતાની સાથે હાર્દિક પટેલને વિરમગામથી ચૂંટણી લડવા માટે ભાજપે ટિકિટ આપી છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિકોણીય ઇલેક્શન માહોલ ઊભો થયો છે. ત્રણ મુખ્ય પાર્ટીઓ જેવી કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચારની પ્રક્રિયાઓ કરી રહી છે.
હાર્દિક પટેલે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે કટાક્ષમાં કહ્યું છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિધાનસભાની 150 થી વધારે સીટો પર ખૂબ જ જંગી મતોથી ભવ્ય વિજય મેળવશે તો આ સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વર્ષે કંઈ કરી નહીં શકે તે સાવ નવી પાર્ટી છે ગુજરાતના લોકો જાણે છે કે કોના પર વિશ્વાસ કરવો જોઈએ. તો આ સાથે જ હાર્દિક પટેલને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તેમણે કોંગ્રેસ પાર્ટી કેમ છોડી?
તો તેનો પણ જવાબ આપ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડતા હાર્દિક પટેલ કહે છે કે મને આ પાર્ટીમાં ટિકિટ તો મળી હતી પરંતુ કામ કરવા માટે એક પણ મોકો મળ્યો ન હતો. મારે ગુજરાતની જનતા માટે કામ કરવું છે એટલે હું બે વર્ષમાં જ આ પાર્ટી છોડવા વિશે સમજી ગયો હતો અને અત્યારે હાલ હું ભાજપમાં જોડાયો છું મને ભાજપે વિરમગામ થી ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી છે અને હું આ વિસ્તારોમાં સારું એવું કામ કરીશ હજુ પણ લોકો મારા પર વિશ્વાસ કરી રહ્યા છે.
હાર્દિક પટેલે બીજેપીને જંગી મતોથી જીતશે એવો મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે બીજેપી આ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ બહુમતીથી જીત મેળવીને ગુજરાતમાં ફરી એકવાર પોતાની સરકાર સ્થાપિત કરશે. ગુજરાતમાં BJP આ ચૂંટણીમાં 150 થી પણ વધુ સીટો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે. વધુમાં તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે કહ્યું છે કે બીજેપીમાં જોડાયા બાદ મેં સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે તો આ સાથે જ મેં સામાન્ય જનતાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા વિશે પણ જણાવ્યું છે.