શું દેવાયત ખવડના ઘોબા ઉપડી જશે ? ધરપકડથી બચવા દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આ મોટી અરજી કરી, જાણો સમગ્ર મામલો..
લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ હાલ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. દેવાયત ખવડ સહિત તેના સાથી મિત્રો એ મળીને રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યા બાદ લાઇવ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને આધારે પોલીસે આ સમગ્ર ઘટના વિશે ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર ઘટના વિશે એ ડિવિઝન પોલીસ દેવાયત ખવડની સમગ્ર ગુજરાતમાં તલાશ કરી રહી છે. પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે ઘરના મેન ગેટ પર તાળું જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. તો આ સાથે જ પોલીસે દેવાયત ખવડના વતન ગામ દુધઈ પહોંચીને સમગ્ર મામલા વિશે વધુ તપાસ શરૂ કરી ત્યારે પણ દેવાયત ખવડ ત્યાં મળ્યો ન હતો. હાલ દેવાયત ખવડ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
દેવાયત ખવડે રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા બાબતે પોલીસ તેની તમામ વિસ્તારોમાં શોધ કરી રહી છે. પરંતુ હજુ સુધી એ ડિવિઝન પોલીસને દેવાયત ખવડ અને તેના સાથી ગુનેગારો ઝડપાયા નથી. તો આ સમગ્ર મામલા વિશે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવાડે ધરપકડથી બચવા માટે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
વધુમાં તમને જણાવી દઈએ કે મયુરસિંહ રાણા પર ધોળા દિવસે દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો દ્વારા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સર્વેશ્વર ચોકમાં આ સમગ્ર લાઈવ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ સમગ્ર હુમલામાં યુવકને હાથ-પગ અને કમરના ભાગ પર ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. આ ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર હુમલા બાબતે મયુર સિંહ રાણાએ દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ પોલીસ દેવાયત ખવડને છેલ્લા પાંચ દિવસથી શોધી રહી છે. પરંતુ હાલ દેવાયત ખવડ ધરપકડથી બચવા માટે રાજકોટ કોર્ટમાં આગોતરી જામીનની અરજી મૂકી છે. દેવાયત ખવડ અવારનવાર ડાયરાઓમાં અને લાઈવ પ્રોગ્રામમાં વટ અને ખુમારીની વાતો કરતા હોય છે પરંતુ આજે તે અંડર ગ્રાઉન્ડ થયો છે.