બંધ રૂમમાં પિતા-પુત્ર સુઈ રહ્યા હતા ત્યારે અચાનક એસીમાં થયો બ્લાસ્ટ બંનેના કરુણ મોત, એસી લેતા પેલા જરૂર વાંચો સંપૂર્ણ અહેવાલ તમારા રૂવાંડા ઉભા થઇ જશે….
રાજ્યમાં હાલ ઇલેક્ટ્રીક સાધનો બ્લાસ્ટ થવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે તેવામાં ગાંધીનગરથી એક ભયજનક કિસ્સો સામે આવી રહ્યો છે. આ કિસ્સો ગાંધીનગર પલિયડ વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં શરૂ એસીમાં બ્લાસ્ટ થયો છે, એસી ફાટવાનો આ પેહલો સનસનાટી ભર્યો કિસ્સો સામે આવી રહ્યો છે.
ગાંધીનગરના પલિયડ ગામમાં એક પરિવારમાં પિતા અને પુત્ર બંધ રૂમમાં એસી શરૂ કરીને સુતા હતા ત્યારે આ બ્લાસ્ટ થવાની રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના ઘટી હતી. આ કિસ્સામાં બનાવ કંઈક એવો છે કે બપોરના સમયે પિતા અને પુત્ર પોતાના બેડરૂમમાં એસી ચાલુ કરીને સુતા હતા ત્યારે અચાનક એસીમાં પ્લાસ્ટ થવાને કારણે સમગ્ર રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી.
42 વર્ષના એક યુવક અને તેમનો એક દોઢ વર્ષનો પુત્રનું આ બનાવમાં ઘટના સ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સૂત્રોના જાણવાનું અનુંસાર એવું જાણવા મળ્યું છે કે પિતા અને પુત્ર બપોરના સમયે પોતાના બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એસીમાં સ્પાર્ક થવાને કારણે એક મોટો ધડાકો થયો હતો.
જેના કારણે એસીના છોતરે છોતરા આખા બેડરૂમમાં ઉડી ગયા હતા અને અચાનક જ બેડરૂમમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે પિતા અને પુત્રના ઘટના સ્થળે જ દુઃખદ મોત થયા હતા જેના કારણે પરિવારમાં અને આડોશ પડોશમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. તો આ સાથે જ એસીમાં કયા કારણોસર બ્લાસ્ટ થયો હતો તેની હજુ સાચી માહિતી જાણવા મળી નથી.
તંત્રને આ સમગ્ર ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થયું હતું ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.બંધ રૂમમાં એસીમાં બ્લાસ્ટ થવાનો અનોખો બનાવ બનતા એસીનો વધુ પડતો વપરાશ કરતા લોકોમાં હાલ ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે. બંદર રૂમમાં બ્લાસ્ટ થતા આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.