લોક સાહિત્યકાર દેવાયત ખવડને આ વ્યક્તિએ આપી જાનથી મારી નાખવાની મોટી ખુલ્લી ધમકી, કહ્યું એવું કે ઘોબા ઉપડી જશે અને…
છેલ્લા કેટલાક દાયકાઓથી લોક સાહિત્યકારોને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા વિવાદને કારણે ધમકી આપવાની આ ગાડી ઉભી રહી નથી. ધમકી આપવાનો આ સીલ સિલો આગળ ચાલી રહ્યો છે કેટલાક લોકો સોશિયલ મીડિયા નો વધારે પડતો ખોટી રીતે ઉપયોગ કરે છે અને કેટલાક મોટા નામચીન વ્યક્તિઓ પર ખોટા અક્ષેપો અને ખુલ્લી ધમકીઓ આપતા હોય છે. લોક સાહિત્યકાર અને મોટા ડાયરા કરી ચૂકેલ દેવાયતભાઈ ખવડને એક શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની મોટી ધમકી મળી છે.
લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડને જાનથી મારી નાખવાની ધમકી મળતા તેના ચાહકોમાં ભારે બીકનો માહોલ છવાયેલો છે ધમકી મળતાની સાથે જ દેવાયત ખવડ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને ડીસીપીને આ અંગેની ફરિયાદ નોંધાવીને તેના વિશે વિગતવાર માહિતી જાણવાનું શરૂ કર્યું છે. આ સમગ્ર મામલે અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દેવાયત ખવડ દ્વારા આ પોલીસ ફરિયાદમાં પોતાનું નિવેદન આપતા જણાવે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લંડનમાં રહેતા જીત રોહિત મોડાસીયા નામના શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી છે. આ શખ્સ દ્વારા પોતાના instagram એકાઉન્ટ પર ધમકીનો લાઇવ વિડિયો બનાવીને શેર કર્યો છે જેમાં તે દેવાયતભાઈ ખવડને ખોટા અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
આ શખ્સ દ્વારા દેવાયત ખવડને શા માટે ધમકી આપવામાં આવી છે તેના હજુ ઠોસ પુરાવા સામે આવ્યા નથી ફરિયાદ મળતાની સાથે જ પોલીસે સાયબર ક્રાઇમની મદદ લઈને કાયદેસરની વિગતે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે. તો આ સાથે જ દેવાયતભાઈ ખવાડ તેના ડાયરાઓને લગતા બીજા કેટલાક વિવાદોમાં પણ ફસાયેલા છે જેને લઈને તાજેતરમાં જ તેના ઉપર એક અરજી કરવામાં આવી હતી અને તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ દેવાયત ખવડ નું એક વાક્ય રાણો રાણાની રીતે ખૂબ જ ફેમસ છે અને ખાસ કરીને તે યુવાનોમાં અલગ જ ટ્રેન્ડ બની રહ્યું છે. મોટા લોક સાહિત્યકાર ને આ રીતે ખુલ્લી ધમકી મળતા આ મુદ્દો ભારે ચર્ચામાં આવી રહ્યો છે. તો આ સાથે જ દેવાયતભાઈ ખવાડના ચાહકોમાં ભારે ચિંતા છવાયેલી છે. આ ધમકી અંગે પોલીસ વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે.