નૂતનવર્ષ પર સોના-ચાંદીના ભાવમાં એકાએક થયો મોટો કડાકો, સોનું ખરીદવાનો ખુબજ સુંદર મોકો, જાણો આજના નવા લેટેસ્ટ ભાવ…
સમગ્ર રાજ્યમાં હવે વેકેશનની સીઝન ચાલી રહી છે નૂતનવર્ષ પર ચોના અને ચાંદીના ભાવમાં એકાએક ઘટાડો જોવા મળ્યો છે. દિવાળીના દિવસોમાં ધનતેરસ પછી ફરી સોનુ અને ચાંદી ખૂબ જ નીચેની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીને લઈને થોડાક સમયથી બજાર વધારે દબાણમાં ચાલી રહી હતી.
પરંતુ ભારતમાં સ્થાનિક બજારોમાં તહેવારોમાં સોના અને સાંદીના વધારે પડતા વેપાર અને વધારે પડતી ઉગતી માંગને કારણે બજાર ભાવમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. નવા વર્ષના આ દિવસોમાં સોનુ પણ ખૂબ જ સસ્તું મળી રહ્યું છે જેના કારણે હાલ એક્સપોર્ટોનું માનવું છે કે સોનુ અને ચાંદીની ખરીદી માટે આ હવે યોગ્ય સમય છે.
સોનુ અને ચાંદી હાલ ખૂબ સસ્તા મળી રહ્યા છે જેના કારણે એક્સપર્ટોએ જણાવ્યું છે કે હાલ સોના ચાંદીની ખરીદી કરવા માટે અત્યારે તમારા માટે સારામાં સારો મોકો છે આવનારા સમયમાં વૈશ્વિક મંદિના કારણે સોનાના ચાંદીના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. વૈશ્વિક મંદીનાં કારણે હાલ સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો હોય એવું લાગી રહ્યું છે.
છેલ્લા બે વર્ષમાં સોનાનો ભાવ ઓગસ્ટ 2020 માં એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયાની હાઈ સપાટીએ પહોંચ્યો હતો પરંતુ આજે સોનાના ભાવમાં ભારે કડાકો થતા સોનું પ્રતિ ગ્રામ ₹51,110 રૂપિયા થયું છે. આજે ચાંદીના ભાવ 58 હજાર પ્રતિ કિલોગ્રામ થયા છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ વિશે વિગતવાર વાત કરીએ તો વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,880 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,140 થયું છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,900 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,160 ચાલી રહ્યો છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,900 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,160 છે તો આ સાથે જ મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,850 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,110 ચાલી રહ્યો છે.