શ્રદ્ધાહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, નરાધમ આફતાબ શરીરના કેટલાક ટુકડા લઈને રસ્તા પર કરતો હતો એવું કામ જેના CCTV ફૂટેજ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ…
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં આત્મહત્યા અને હત્યાના કેસો વધી રહ્યા છે. તો આ સાથે જ દિલ્હીમાં એક સનસનાટી બોલાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દિલ્હી સહિત દેશને હચમચાવી દીધો છે. આ સનસનાટી ફેલાવતા કેસને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ શ્રદ્ધા હત્યાકાંડને લઈને રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો આ સાથે જ હત્યાકાંડને અંજામ આપતો નરાધન આરોપી આફતાબની પોલીસ દ્વારા કડકાયથી પૂછપરછ કરવામાં આવી રહી છે.
પરંતુ આ નરાધમ પોલીસને અને સમગ્ર તંત્રને ગોળ ગોળ ફેરવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પોલીસ આ સમગ્ર હત્યાકાંડ મામલે એક પછી એક પુરાવા ભેગા કરવામાં લાગી ગઈ છે ત્યારે દિલ્હી પોલીસને આ હત્યાકાંડને લઈને મોટો એક પુરાવો સામે હાથે લાગ્યો છે. હત્યા કર્યા પછી આ નરાધમ શું કરી રહ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં આફતાબને સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ સમગ્ર ઘટનામાં આરોપીએ શ્રદ્ધાની ખૂબ જ ગંભીર રીતે હત્યા કરીને તેના શરીરના લગભગ 35 થી પણ વધારે ટુકડાઓ કરીને ખૂબ જ ક્રૂરતા બતાવી હતી જેના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવી રહ્યા છે. આરોપીએ શ્રદ્ધાની હત્યા કરી તરત જ તેના શરીરના ટુકડાઓ કરીને ફેંકી દીધા હતા તો આ સાથે જ કેટલાક ટુકડા જેમા માથું, ધડ, આંગળીઓ, અંગૂઠાઓને ઘરના ફ્રીજમાં રાખી મૂક્યા હતા. આરોપીએ આ સમગ્ર ટુકડાઓને 18 ઓક્ટોબરે જંગલ વિસ્તારમાં ફેંકી દીધા હતા.
જે દિવસે આરોપીએ જંગલ વિસ્તારમાં ટુકડાઓ ફેંક્યા હતા તે દિવસ આરોપી સાંજના સમયે 4.30 થી 7.30 સુધી એક બેગ સાથે રસ્તા પર ચાર રાઉન્ડ માર્યા હતા આ દરમિયાન આ નરાધમ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ પોલીસના હાથે લાગ્યા છે આ ફૂટેજ જોઈને પોલીસ પણ ચોકી ગઈ છે.
તો આ સાથે જ આ હત્યાકાંડમાં એક બીજો વળાંક પણ આવ્યો છે જેમાં છત્તરપુર અને મહેરૌલીના જંગલ વિસ્તારમાં કેટલાક હાડકાઓ મળ્યા હતા જે હાડકાઓ પ્રાણીના નહીં પરંતુ મનુષ્યના છે.જે ફોરેન્સિક સાયન્સની મદદથી જાણી શકાયું છે. શ્રદ્ધા હત્યાકાંડના સર્ચ ઓપરેશનમાં આ સમગ્ર પુરાવાઓ સામે આવ્યા છે તો આ સાથે જ સીસીટીવી ફૂટેજમાં બેગ સાથે ફરી રહેલો આરોપી શ્રદ્ધાના શરીરના અંગોને ફેંકવા જઈ રહ્યો હોય તેવું જાણવા મળ્યું છે.