તહેવારો પહેલા નવી મગફળીના ભાવમાં થયો મોટો વધારો, ભાવ પહોંચ્યા આટલા હજારને પાર, જાણો સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં મગફળીના નવા ભાવ…
ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું હોવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મગફળીના ઉત્પાદનમાં ભારે વધારો જોવા મળ્યો છે અને બજાર ખુલતાની સાથે જ મગફળીના ભાવમાં પણ ખૂબ જ તેજી જોવા મળી રહી છે તો આ સાથે જ નવી મગફળી વધારે પડતી લીલી હોવાના કારણે સૂકી મગફળીનો ભાવ અત્યારે વધારે બોલાઈ રહ્યો છે.
તો બીજી તરફ તહેવારોની સિઝન ખૂબ જ નજીક આવી ગઈ છે દિવાળીની હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સીંગતેલને વધુ પડતી ઉડતી માંગને કારણે આજે તેલના ભાવમાં વધારો થયો છે જેને કારણે હાલ મગફળીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. જેને કારણે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાયેલો છે. મગફળીના મોટા દલાલો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે નવી આવકોમાં હવે વધારો થશે નહિ તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે
ગોંડલમાં હવે દિવાળી પહેલા એક દિવસ સોમવારે માર્કેટ યાર્ડ ખીલશે તેવા સંકેતો મળી રહ્યા છે તો આ સાથે જ પછી સીધા તહેવારો પછી નવી લેવા લી શરૂ થઈ શકે છે જેને કારણે હાલ બજારો ફૂલ તેજીમાં ચાલી રહી છે. જાડી મગફળી ના બજાર ભાવ ની વિગતવાર માહિતી મેળવીએ તો ગઈકાલે હળવદ માર્કેટ યાર્ડમાં 25,966 ગુણી મગફળીની હરાજી કરવામાં આવી હતી ત્યારે તેનો ભાવ રૂપિયા 1100 થી 1475 સુધીનો લગાડવામાં આવ્યો હતો.
તો આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડની વિગતવાર મગફળીના ભાવ વિશે વાત કરવામાં આવે તો ગઈકાલે 33,994 ગુણ મગફળી નો વેપાર કરવામાં આવ્યો હતો ત્યારે તેનો ભાવ 880 થી 1436 સુધી લગાવવામાં આવ્યો હતો. ઝીણી મગફળીમાં પણ ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ડીસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળી ગઈકાલે 34,547 ગુણ વેચવામાં આવી હતી ત્યારે તેનો ભાવ 1211 થી 1438 સુધીનો ઊંચો ભાવ લગાવવામાં આવ્યો હતો.
હિંમતનગરના મોટા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં જીણી મગફળી 14,720 ગુણ નો વેપાર થયો હતો ત્યારે તેનો ભાવ 1100 થી 1660 જેટલો વધારે પડતો ઊંચો બોલવામાં આવ્યો છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ મગફળીનો સૌથી ઊંચો ભાવ સલાળા માર્કેટમાં 1550 સુધી બોલવામાં આવ્યો છે તો આ સાથે ઝીણી મગફળીનો સૌથી વધારે ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં 1850 રૂપિયા થયો છે.