મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં અસામાજિક તત્વો બ્રિજના કેબલને લાતો મારી તોડતા હોય તેવો વિડીયો વાયરલ, વીડિયો જોઈને તમારા રૂવાડા થઈ જશે ઉભા..જુઓ વીડિયો
દિવાળીના દિવસોમાં લોકો ભારે માત્રામાં ફરવા પર નીકળી ગયા છે તેવામાં આજે મોરબીના ઝુલતા પુલ ઉપર લોકોની વધારે પડતી ભીડના કારણે પુલ અચાનક ત્રુટી પડતા સેકડો લોકો પુલની નીચે પાણીમાં ખાબકીયા હોવાની કરુણ ઘટના ગુજરાતમાંથી સામે આવી છે જેને કારણે હાલ સમગ્ર મોરબી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
આ સમગ્ર દુર્ઘટનામાં કેટલાક અસામાજિક તત્વો પુલના કેબલને પાટા મારીને તોડવાનો પ્રયાસ કર્યા હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો જોઈને ભલભલા લોકો ના રુવાડા ઊભા થઈ જશે. આ વીડિયોમાં કોઈ અજાણા શખ્સો ભારે ભીડ ની વચ્ચે પુલના કેબલ ઉપર જોર જોરથી પાટાઓ જીંકી રહ્યા છે તેવો રુવાડા ઉભા કરી દેતો વિડિયો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મોરબી પુલની આજ સમી સાંજે બનેલ દુર્ઘટનામાં સેકડો લોકો પાણીમાં ખાબક્યા છે લોકોનો હાલ પાણીમાં ખાબકવાનો આંકડો 400 થી ઉપર પહોંચી ચૂક્યો છે. તો આ સાથે જ 100 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે જેને કારણે સમગ્ર મોરબી પંથકમાં અને ગુજરાતમાં ભારે શોકનો માતમ છવાયેલો છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો તો છો કે કેટલાક અસામાજિક તત્વો ભારે ભીડ ની વચ્ચે આ પુલના કેબલ બ્રિજને જોર જોરથી લાતો મારી રહ્યા છે જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર પુલની ઘટના તેને કારણે બની છે આ સમગ્ર ઘટનાની જાણ કેન્દ્ર સુધી પહોંચી ગઈ છે અને આ સમગ્ર ઘટના માટે મોટી કમિટીની બેઠક પણ તાત્કાલિક યોજવામાં આવી છે. હાલ મોરબીની તમામ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે.