કપાસના ભાવ આટલા હજારને પાર જશે થઈ મોટી આગાહી, જાણો આજના તમામ બજારના નવા કપાસ ભાવ…
ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પણ કપાસના ભાવ આસમાની સપાટીએ પહોંચે તેવી આશાએ ખેડૂતો અને મોટા ઝીન ટ્રેડર્સ વાળા રૂનો સંગ્રહ કરીને બેઠા છે. જેને કારણે રૂ આધારિત ઉદ્યોગો અને તેના વપરાશકર્તા લોકો હાલ રૂની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ કોરોનાની વૈશ્વિક મંદીને કારણે વિશ્વની મોટી મોટી બજારો ઠપ થઈ રહી છે.
આગામી સમયમાં ફરી એકવાર કપાસના ભાવમાં વધારો જોવા મળી શકે છે. જેને લઈને હાલ મોટી આગાહી કરવામાં આવી છે. ઉતરાયણના તહેવારની રજાઓ બાદ ફરી એકવાર કપાસનું માર્કેટ ધમધમતું થયું છે. તો બીજી તરફ લગ્ન ગાળાની સિઝન હોવાને કારણે પણ કપાસની ખરીદીઓ વધી રહી છે. કપાસના બ્રોકરોએ કપાસના ભાવ હોળી પર 3000 ને પાર જશે એવી મોટી આગાહી પણ કરી છે.
ગુજરાતમાં હાલ કપાસના સરેરાશ ભાવ 1650 થી 1790 સુધી ચાલી રહ્યા છે. રાજકોટમાં કપાસના આજના નવા બજાર ભાવ રૂપિયા 1600 થી 1750 રૂપિયા ચાલી રહ્યો છે તો બીજી તરફ અમરેલીમાં આજના કપાસ રૂપિયા 1660 થી 1800 રૂપિયા ચાલી રહ્યો છે. સાવરકુંડલામાં આજના નવા બજાર ભાવ રૂપિયા 1700 થી 1780 રૂપિયા ચાલી રહ્યો છે.
વિસાવદરમાં આજના નવા કપાસના ભાવ રૂપિયા 1600 થી 1740 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. તો બીજી તરફ મહુવામાં આજના બજાર ભાવ રૂપિયા 1700 થી 1800 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. કોડીનારમાં આજના બજાર ભાવ રૂપિયા 1600 થી 1780 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. જેતપુરમાં આજના બજાર ભાવ રૂપિયા 1700 થી 1800 રૂપિયા સુધી ચાલી રહ્યો છે
ગોંડલમાં આજના નવા બજાર ભાવ રૂપિયા 1600 થી 1750 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. કાલાવડમાં આજના નવા બજાર 1700 થી 1770 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. જૂનાગઢમાં આજના બજાર ભાવ રૂપિયા 1600 થી 1760 રૂપિયા સુધી ચાલી રહ્યો છે ભાવનગરમાં આજના કપાસ ભાવ રૂપિયા 1700 થી 1810 રૂપિયા સુધીનો ઉચો ભાવ પણ બોલવામાં આવી રહ્યો છે.