મામલો હવે મેદાને ચડ્યો ! દેવાયત ખવડ સહિત તેના બે આરોપી મિત્રોના રિમાન્ડ થયા મંજૂર, જાણો કોર્ટે શું આપ્યો આદેશ…..

રાણો રાણાની રીતે ફેમસ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ હવે ક્રાઈમ કલાકાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સાત ડિસેમ્બરના રોજ ક્રાઈમ કલાકાર દેવાયત ખવડ અને તેના બે સાથે મિત્રો દ્વારા મયુર સિંહ રાણા નામના શખ્સ પર રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચેતેશ્વર ચોક નજીક ભર બપોરે ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલા બાદ દેવાયત ખવડ અને તેના બે સાથી મિત્રો પર 307 અને બીજી અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા દસ દિવસથી દેવાયત ખવડ સહિત તેના બંને આરોપી મિત્રો પોલીસની પકડથી ભાગી રહ્યા હતા. પરંતુ આવતીકાલે દેવાયત ખવડ રાજકોટના ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર થયો હતો. ત્યારબાદ આજે તેના બંને આરોપી મિત્રો પણ પોલીસ સમક્ષ રજૂ થયા હતા ત્યારબાદ તેને કોર્ટ લઈ જવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના વિશે હાલ એક બ્રેકિંગ ન્યુઝ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં દેવાયત ખવડ સહિત તેના સાથીઓ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે કોર્ટે પોલીસને મોટો આદેશ કર્યો છે. ક્રાઈમ કલાકાર દેવત ખવડ અને તેના બે સાથી આરોપી મિત્રો પર રાજકોટ કોર્ટે બે દિવસના કડક રિમાન્ડ મંજૂર કર્યા છે.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓને કોર્ટે કડક રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી આ ત્રણેય આરોપીઓને મયુરસિંહ રાણા પર હુમલો કરવા બાબતે કડક રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોટા આદેશો આપ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે દેવાયત ખવડ પોતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયો હતો.

ત્યારબાદ તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને આખી રાત દેવાયત ખવડને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે આ મામલે વધુ તપાસ હાથ ધરવા માટે બે દિવસના કડક રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ હુમલા બાદ 10 દિવસ સુધી દેવાયત ખવડ ક્યાં હતો કોણે તેને આશરો આપ્યો. હજુ બીજા કેટલાક ગુનેગારો છે તેને લઈને કડક કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *