સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો, ખાદ્યતેલના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો આજના નવા ભાવ….
વધતી ટેકનોલોજી અને વસ્તીને કારણે હાલ મોંઘવારી આસમાને પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મધ્યમ વર્ગના લોકો માટે મોંઘવારી પડકાર રૂપ ગણી શકાય છે. ગૃહિણી માટે દિવસે ને દિવસે ખાદ્ય સામગ્રીઓમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષથી દૂધ, કઠોળ, શાકભાજી સહિતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે.
ખાદ્ય તેલમાં વધારો થતા જ મધ્યમ વર્ગની મહિલાઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુમાં લગ્ન ગાળો ધમધોકાર ચાલી રહ્યો છે તો બીજી તરફ શિયાળામાં તળેલો ભારે ખોરાક ઘરે ઘરે વધારે પડતો બનતો હોય છે. તમને જણાવી દઈએ કે લગ્ન ગાળાની સિઝન વચ્ચે ખાદ્ય તેલમાં મુખ્ય સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30 નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
મગફળીનું ઉત્પાદન આ વર્ષે ઓછી માત્રામાં થયું છે જેને કારણે આ વર્ષે મગફળીની સાથે સાથે સીંગતેલના ભાવમાં પણ ભારે વધારો જોવા મળી શકે છે. મધ્યમ વર્ગની આમ જનતાને ખાદ્યતેલના ભાવના રૂપમાં એક મોટો કમર તોડ ઝટકો લાગ્યો છે. ખાદ્ય તેલમાં તોતિંગ વધારો થતા આમ જનતાને ” અમે જાવી તો જાવી ક્યાં ” જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
હાલના સમયમાં મગફળીની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે. છતાં પણ સિંગતેલના ભાવે ડબ્બે રૂપિયા 30નો તોતિંગ વધારો ઠોકવામાં આવ્યો છે. જેને કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2770 થી વધીને 2800 એ પહોંચી ચૂક્યો છે. ખાદ્ય તેલ ભાવમાં વધારો થતા નાસ્તાના પેકેટ અને નમકીનમાં પણ વધારો જોવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે હાલ તળેલી વસ્તુઓ જેવી કે નાસ્તાના પેકેટ પડિકાની વધુ પડતી માંગને કારણે સિંગતેલનો વપરાશ અને ભાવ ઊંચકાઈ રહ્યો છે. હાલમાં સીંગતેલનો ભાવ પ્રતિ ડબ્બે રૂપિયા 2800એ પહોંચી ગયો છે. જ્યારે પામોલીન તેલનો ડબ્બાની કિંમત રૂપિયા 1600 અને કપાસિયા તેલનો ડબ્બો 2100એ પહોંચી ગયો છે. આમ જનતાને મોંઘવારીનો માર નવા વર્ષની શરૂઆતમાં જ જોવા મળી રહ્યો છે.