સ્વેટર અને ધાબળા કાઢી લેજો, રાજ્યના આ વિસ્તારોમાં પડશે કડકડતી ઠંડી હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલની મોટી આગાહી…
ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે પરંતુ હજુ પણ શિયાળાની જમાવટ જોવા મળતી નથી. પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તેને લઈને હાલ હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં અશોકભાઈ પટેલે ગુજરાતમાં ઠંડીને લઈને મોટા સંકેતો આપ્યા છે.
ગઈકાલે અમદાવાદમાં 16.5 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી, ડીસામાં 14.6 ડિગ્રી, અમરેલીમાં 16 ડીગ્રી, વડોદરામાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવ્યું હતું જે નોર્મલ તાપમાન કરતા ત્રણથી પાંચ ડિગ્રી ઊંચું હતું. હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ 21 થી 27 ડિસેમ્બરની વચ્ચે ના સમયગાળામાં પવનની દિશા ઉત્તરપશ્ચિમ-ઉત્તરપૂર્વની વચ્ચે એટલે કે ઉત્તરાર્ધમાં જોવા મળશે જેને કારણે આ દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આગામી અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. હાલ વર્તમાન તાપમાનના સ્તરથી ચાર થી છ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે જેને કારણે ઠંડીમાં વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો નોર્મલ તાપમાનથી ત્રણથી પાંચ ડિગ્રી નીચે થઈ શકે છે.
સૌરાષ્ટ્રની કચ્છના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 13 થી 14 ડિગ્રી જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં રાજસ્થાન સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 11 થી 12 ડીગ્રી હોવું જોઈએ. પરંતુ હાલ વાતાવરણના બદલાવને કારણે 16 થી 19 ડિગ્રી જેટલું છે. આ તાપમાનમાં આગામી અઠવાડિયેથી મોટો ઘટાડો થઈ શકે છે.
વધુમાં તમને જણાવી દે કે વાતાવરણ સૂકું, ભેજ વિનાનું અને આકાશ ચોખ્ખું વાદળા વગરનું જોવા મળશે. 24 થી 26 ડિસેમ્બરની વચ્ચે તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે તેને લઈને અશોકભાઈ પટેલ દ્વારા મોટા સંકેતો આપવામાં આવ્યા છે. તો આ સાથે જ રાજસ્થાનની નજીક આવેલ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડીનું મોજુ ફરી મળશે.