દિવાળી ઉપર ફટાકડા થશે સુરસુરીયા, આ વિસ્તારોમાં મોટા વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી….
દિવાળીની લોકો ધામધૂમથી ખરીદી કરી રહ્યા છે દિવાળી ને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં મોટા વાવાઝોડા સાથે કમોસમી ભારે વરસાદને લઈને મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાહે વિદાય લીધી છે પરંતુ હજુ આગામી દિવસોમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી ના કારણે વરસાદી માહોલ સક્રિય થવાની મોટી સંભાવના દેખાઈ રહી છે.
આ પરિસ્થિતિઓની વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની મોટી આગાહી સામે આવી છે જેના કારણે હાલ ખેડૂતોમાં ભારે ચિંતા છવાયેલી છે કારણકે હાલ મગફળી કપાસ એવા બીજા ટૂંકાગાળાના ઘણા બધા પાકો તૈયાર થઈ ગયા છે જો આ સમયે વરસાદ થશે તો ખેડૂતોને મોટા પાયે નુકશાની વેઠવી પડશે પરંતુ આ હકીકત છે. આગામી દિવસોમાં રાજ્યમાં એક મોટું વાવાઝોડું ત્રાટકવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે તહેવારના દિવસોમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધી વાતાવરણમાં મોટા પાયે પલટો આવી શકે છે તેઓએ એમ પણ જણાવ્યું છે કે દિવાળી ઉપર જો આ વર્ષે વરસાદ આવશે તો 2023 નો ચોમાસુ શરૂ થઈ શકે છે. એક મોટા વાવાઝોડાની પણ મોટી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર 15 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર સુધી વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ જામનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે નર્મદા ડાંગ નવસારી વલસાડ સુરત ભરૂચ નર્મદા વાપી દાદરા નગર હવેલી સહિતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.