અંધશ્રદ્ધાએ માસુમ દીકરીનો લીધો જીવ ! દીકરીને છાતીમાં દુખાવો થતા પરિવારે કર્યું એવું કે…જાણીને તમે હલબલી જશો

અત્યારના આ ઝડપી અને ટેકનોલોજીના જમાનામાં હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાથી જોડાયેલા છે. આ ટેકનોલોજીના યુગમાં અંધશ્રદ્ધા સાથે જોડાયેલો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાના અવારનવાર કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે. લોકોમાં આવી અંધશ્રદ્ધાથી જાગૃતતા લાવવાની ખૂબ જ જરૂરિયાત છે. દિવસેને દિવસે અંધશ્રદ્ધાની આડમાં ઘણા માસુમ લોકો મૃત્યુને ભેટતા હોય છે.

તમને જણાવી દઈએ કે રાજકોટના જામનગર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બાંભણિયાની દીકરી લક્ષ્મી બાંભણિયાને ઘણા સમયથી છાતીમાં દુખાવાનો પ્રોબ્લેમ હતો. અસહ્ય દુખાવાને કારણે લક્ષ્મી ઘણા સમયથી સુનમુન અને શાંત જોવા મળતી હતી. 20 વર્ષની આ દીકરી લક્ષ્મીને સોમવારે રાતે અચાનક છાતીમાં વધુ પડતા દુખાવાના કારણે ઉલટી થતા તેની માતાએ તેના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.

20 વર્ષીય આ માસુમ યુવતીને છાતીમાં દુખાવો થતાં પરિવારજનો દ્વારા તેને હોસ્પિટલે ન લઈ જતા માતાજીના મઢે લઈ જવાની અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. તેના પિતા દીકરીને વાંકાનેર પાસે આવેલા પ્રાંસ ગામે માતાજીના મઢે સારું થઈ જશે એવા આશ્રયથી લઈ ગયા હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં રાત્રિના સમયે આખરે દીકરીએ દમ તોડતા મૃત્યુને પામી હતી. પરિવારની આ એક ભૂલના કારણે માસુમ દિકરીનો જીવ લીધો છે.

મીડિયા અહેવાલ મુજબ માસુમ દિકરીના પિતા ગોપાલભાઈ બાંભણિયાએ જણાવ્યું છે કે માતાજીના મઢે દર્શન કરાવ્યા બાદ લક્ષ્મીને સારું થઈ ગયું હતું. તેને ત્યારબાદ અમે ઘરે લાવ્યા હતા. અને તેણે રાત્રીનું ભોજન પણ લીધું હતું. પરંતુ અચાનક રાત્રીના બે વાગ્યા દરમ્યાન દીકરીને ફરી એક વખત છાતીમાં તકલીફ ઊભી થતા 108 મારફતે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવી હતી.

પરંતુ ટૂંકી સારવારના અંતે દીકરી મોતને ભેટી હતી આ સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ દીકરીના મોતનું સાચું કારણ સામે આવશે. આ દીકરીના પિતા ગોપાલભાઈ પોતે પાન મસાલાનું કેબિન ચલાવે છે.

ગોપાલભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરી પણ છે. લક્ષ્મી આ ચારેય સંતાનોમાં સૌથી મોટી છે. જો પરિવારે દીકરીને માતાજીના મઢે ન લઈ જતા તાત્કાલિક સમયસર હોસ્પિટલે લઈ ગયા હોત તો આજે દીકરીનો જીવ બચી ગયો હતો. અંધશ્રદ્ધાની આડમાં ફરી એક માસુમનો ભોગ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *