સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, વાવાઝોડું ગુજરાતના આ વિસ્તારોમાં મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાઓ થઈ રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મે મહિનાની 29 થી 31 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વર્ષ 2023નું પ્રથમ મોટા વાવાઝોડું સંકટ તોળાઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે એક મોટા ચક્રવાતને લઈને મોટા સમાચાર વ્યક્ત કર્યા છે. તેના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે 28 મેની આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક મોટું ચક્રવાત ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. જેના પરિણામે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની તોફાની અસર થઈ શકે છે. આ વિશે પહેલા જ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે.
અરબી સમુદ્રમાંથી આવતા વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ સાવચેતી આપવામાં આવી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટીને કારણે બંગાળની ખાડીમાં એક મોટું હવાનું દબાણ ઉત્પન્ન થયું હતું. ત્યારબાદ હવે અરબી સમુદ્રમાં પણ એક ચક્રવાત ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. જેની વિપરીત અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે.
અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગર, તળાજા, મહુવા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં મે મહિનાના અંતિમ દિવસોમાં કમોસમી ભારે વરસાદને લઈને મોટી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંતિમ દિવસો રાજ્ય માટે ખૂબ જ ભારે ગણાશે. ત્યારબાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે.