રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધની આપી મોટી ધમકી, આ સરહદ પાસે 11 ન્યુક્લિયર બોમ્બ કર્યા તૈનાત, વાગી રહ્યા છે વિનાશના મોટા ભણકારા, જાણો સમગ્ર અહેવાલ..
છેલ્લા કેટલાક સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે મોટું યુદ્ધ ચાલી રહ્યું છે આ બંને વચ્ચે શાંતિ સ્થાપવાને બદલે આ યુદ્ધ વધારે પડતું વકરી રહ્યું છે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ યુદ્ધ હજુ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. થોડા દિવસ પહેલા ક્રમિયા પુલ ઉપર થયેલા હુમલાને કારણે સ્થિતિ વધારે બગડી હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ દ્વારા એવું જાણવા મળ્યું છે કે રશિયા દ્વારા ત્રીજા વિશ્વયુદ્ધને લઈને મોટી ધમકી આપવામાં આવી છે જેને કારણે તે હાલ ન્યુક્લિયર અટેક માટે સજ્જત થઈ રહ્યું છે.
મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ અમેરિકાની સેટેલાઈટ ઓપરેટર પ્લેનેટ દ્વારા જાણવા મળ્યું છે કે નોર્વેની બોર્ડરથી 20 માઈલ દૂર રશિયાના TU-160 અને TU-95 ન્યુક્લિયર હથિયારમાં હલચલ જોવા મળી રહે છે મળતી માહિતી મુજબ આ 11 ન્યુક્લિયર બોમ્બને હેરાફેરી કરવા માટે રશિયા તૈયાર થઈ રહ્યું હોઈ તેવા સંકેતો મળી રહ્યા છે. વધુ માહિતી મળતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિને નાટો બોર્ડરથી 20 માઇલ દૂર 11 ન્યુક્લિયર પરમાણુ હથિયાર રેડી કર્યા છે.
સેટેલાઈટ રિપોર્ટ દ્વારા લેવામાં આવેલા ફોટા સાત ઓક્ટોબરના રોજ ખેંચવામાં આવ્યા છે આ સેટેલાઈટ માં પાડવામાં આવેલ ફોટામાં જોઈ શકાય છે કે ત્યાંના કોલ્સ્કી પ્રાયદ્રીપ પર રશિયન એરબેઝ ઓલેન્યા બેજ ઉપર 7 Tu-160 બોમ્બર અને 4 Tu-95 એરક્રાફ્ટ ફોટામાં નજરે પડ્યા હતા. આ બેઝ ઉપર વિમાનો હુમલા માટે ઉડાન ભરવા માટે તૈયાર રાખ્યા છે.
Tu-160 જેટ સૌથી ખતરનાક ભારે યુદ્ધ માટે તેને તૈયાર કરવામાં આવ્યું છે દુનિયાનું અત્યાર સુધીનું સૌથી ભારે ખતરનાક અત્યારે તેને માનવામાં આવે છે જે એક સાથે 7500 માઈલ સુધી ઉંચાઈ ઉપર ઉડી શકે છે અને એક સાથે 12 બોમ્સ ન્યુક્લિયર મિસાઈલ લઈ જઈ શકે છે. મીડિયા અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ બોર્ડર ઉપર પુનિત ન્યુક્લિયર બોમ્બથી હુમલો કરી શકે છે જેને કારણે ભારે વિનાશ સર્જાય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે.
રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેનના તમામ શહેરો પર સો કરતા પણ વધારે હુમલાઓ કર્યા છે. ક્રિમિયા બ્રિજ ઉપર કરવામાં આવેલા હુમલા પછી રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધની મોટી ચીમકી જાહેર કરી યુક્રેન અત્યારે નાટોમાં સમાવેશ કરવા માટે પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે રશિયા અત્યારે તેના વિરુદ્ધ મોટી પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. રશિયાએ યુક્રેન ને ખુલ્લી ધમકી આપી છે. જો તે નાટોમાં જોડાશે તો ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થશે.