ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, વહેચતા પેહેલા જાણી લો ભાવ, જાણો આજના તમામ બજારના નવા ભાવ…
છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ખેડૂતો કપાસ ઉપરાંત બીજા અનેક પાકોના પણ વાવેતર કરતા જોવા મળ્યા છે. જેમાં કપાસ બાદ સૌથી વધુ વાવેતર ડુંગળીનું કરવામાં આવે છે. ડુંગળીના ભાવમાં હાલ ભારે વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં ડુંગળીની વધુ પડતી માંગોને કારણે હાલ ગુજરાતના સ્થાનિક બજારોમાં ડુંગળીના ભાવમાં ફુલ તેજી જોવા મળી રહી છે. આજે આ લેખમાં ગુજરાતના તમામ અલગ અલગ બજારોમાં ડુંગળીના નવા ભાવ વિશે ચર્ચા કરીશું.
રાજકોટમાં આજના ડુંગળીના નવા ભાવ રૂપિયા 70 થી 275 રૂપિયા બોલવામાં આવી રહ્યો છે. તો આ સાથે મહુવામાં ડુંગળીના નવા બજાર ભાવ રૂપિયા 80 થી 324 રૂપિયા સુધી બોલવામાં આવ્યો છે. ભાવનગર લાઈનમાં બજારના ડુંગળીના આજના ભાવ રૂપિયા 100 થી 327 સુધી પહોંચી ગયા છે. ગોંડલમાં આજના બજાર ભાવ રૂપિયા 70 થી 275 સુધી લેવાલી કરવામાં આવી રહી છે.
જેતપુર માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ રૂપિયા 106 થી 276 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યો છે. વિસાવદરમાં આજના નવા બજાર ભાવ રૂપિયા 43 થી 191 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યા છે. ગોંડલમાં આજના બજાર ભાવ રૂપિયા 71 થી 301 સુધીના ઊંચા ભાવ આપવામાં આવી રહ્યા છે.
તળાજામાં આજના નવા બજાર ભાવ રૂપિયા 151 થી 317 સુધી બોલવામાં આવ્યા છે તો ધોરાજીમાં આજના નીચા બજાર 81 અને ઊંચા બજાર ભાવ 266 રૂપિયા બોલવામાં આવ્યા છે. અમરેલીમાં નવી ડુંગળીના બજાર ભાવ આજે 100 થી 280 રૂપિયા સુધી ચાલી રહ્યો છે.
મોરબીમાં આજના બજાર ભાવ રૂપિયા 100 થી 300 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં આજના નવા બજાર ભાવ રૂપિયા 210 થી 261 રૂપિયા ચાલી રહ્યો છે. અમદાવાદ પંથકમાં આજના નવા બજાર ભાવ રૂપિયા 150 થી 360 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યા છે.