કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, જાણીને હલબલી જશો, વેચતા પહેલા જાણી લો આજના તમામ બજારના નવા ભાવ…

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ખૂબ જ મોટી માત્રામાં થયું છે. દિવાળી પછી ધીમે ધીમે કપાસનું ઉત્પાદન શરૂ થયું હતું. પરંતુ વૈશ્વિક બજારમાં કપાસની ભારે તંગીના કારણે ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ઉતરાયણ નજીક આવતાની સાથે જ ખેડૂતો કપાસનો ભાવ પ્રતી મણ દીઠ 2000 લેવાનો દાવો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં હાલ કપાસના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક મંદીને કારણે કપાસના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કપાસના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ લેખમાં આપણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના નવા ભાવ વિશે વિગતવાર વાત કરવાના છીએ. રાજકોટમાં આજના કપાસના નવા ભાવ રૂપિયા 1580 થી 1790 રૂપિયા બોલવામાં આવ્યા છે. તો આ સાથે જ અમરેલી બજારમાં કપાસના ભાવ રૂપિયા 1300 થી 1750 થઈને ભારે વધારો જોવા મળ્યો છે.

સાવરકુંડલામાં આજના કપાસના નવા બજાર ભાવ રૂપિયા 1550 થી 1750 રૂપિયા સુધી ખરીદી કરવામાં આવી રહી છે. જસદણ માર્કેટ યાર્ડમાં આજના કપાસના નવા ભાવ રૂપિયા 1550 થી 1730 રૂપિયા સુધી બોલવામાં રહ્યો છે. તો આ સાથે જ બોટાદમાં આજના કપાસના બજાર ભાવ ₹1500 થી 1755 સુધી લેવાલી કરવામાં આવી રહી છે. મહુવામાં આજના નવા બજાર ભાવ રૂપિયા 1461 થી 1714 રૂપિયા સુધી બોલવામાં આવ્યો છે.

ગોંડલના આજના કપાસ ભાવ રૂપિયા 1456 થી 1781 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યો છે. કાલાવાડ માર્કેટ યાર્ડમાં આજનો નવો કપાસનો ભાવ ₹1500 થી 1753 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યો છે. તો આ સાથે જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનાનો ભાવ રૂપિયા 1550 થી 1730 સુધી બોલાઇ રહ્યો છે. ભાવનગરમાં આજના બજાર ભાવ રૂપિયા 1500 થી 1770 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યો છે.

જામનગર માર્કેટ યાર્ડમાં આજના કપાસ ના નવા ભાવ ₹1400 થી 1725 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યો છે તો આ સાથે જ બાબરા માર્કેટ યાર્ડ કપાસના નવા ભાવ રૂપિયા 1600 થી 1760 રૂપિયા બોલવામાં આવી રહ્યો છે. જેતપુરમાં આજે કપાસના નવા બજાર ભાવ 1600 થી 1780 સુધી બોલવામાં આવી રહ્યા છે. મોરબીમાં 1550 થી 1740 રૂપિયા, રાજુલામાં 1400 થી 1630 રૂપિયા, વિસાવદરમાં 1510 થી 1740 સુધી બોલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *