રાણો ઉત્તરાયણ જેલમાં કરશે, દેવાયત ખવડની જામીન અરજી વિશે કોર્ટે આપ્યો આ મોટો આદેશ, સામે આવ્યું મોટું અપડેટ જાણો….

મયુર સિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલા બાબતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત તેના બે સાથી મિત્રો હાલ જેલના સળિયાઓ ગણી રહ્યા છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડ અવારનવાર પોતાના લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં વટ અને ખુમારીની વાતો કરતો હોય છે. પરંતુ હાલ તે એક મોટો ક્રાઈમ કલાકાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ફરી એકવાર તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટના વિશે તમને ટૂંકમાં જણાવી દઈએ તો 7 ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંડરમાં આવતા ચેતેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના શખ્સ પર ધોળા દિવસે દેવાયત ખવડ અને તેના બે સાથી મિત્રો દ્વારા ધોકા અને લોખંડની પાઇપ પડે ભર બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હાલ દેવાયત ખવડ અને તેના બંને સાથી મિત્રો જેલમાં બંધ છે. તેને લઈને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મોટો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે દેવાયત ખવડ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી. પરંતુ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને તેના બંને સાથે મિત્રોની જામીન અરજીને ફગાવવામાં આવી છે. આ સમગ્ર મામલે કોર્ટે દેવાયત ખવડ અને તેના બે સાગરીતો કાનો રબારીના જામીન ના મંજૂર કર્યા છે. સરકારી વકીલની દલીલ આધારે કોર્ટમાં જામીન અરજી ભગાવી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો દ્વારા મયુર સિંહ રાણા પર હુમલા બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા દેવાયત ખવડ અને તેના મિત્રો પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધ્યા બાદ દસ દિવસ ત્રણે આરોપીઓ ફરાર હતા. પરંતુ દસ દિવસ બાદ પોલીસ સામે સરન્ડર કર્યું હતું. ત્યારબાદ કોર્ટ દ્વારા તેને બે દિવસના કડક રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા.

19 ડિસેમ્બરના રોજ ખવડ સહિત ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ત્રણે આરોપીઓ માટે વધુ રિમાન્ડની મંજૂર માંગણી ન કરતા ત્રણેય આરોપીઓને કોર્ટે જેલના હવાલે કર્યા હતા. હજુ પણ દેવાયત ખવડ અને તેના ત્રણેય સાથી મિત્રો જેલમાં બંધ છે. આજે કોર્ટના નિર્ણય બાદ એવું લાગી રહ્યું છે કે દેવાયત ખવાડ વર્ષ 2023ની ઉત્તરાયણ પણ જેલમાં પસાર કરશે. કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *