રાણો રાણાની રીતે ! 55 દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલી વધી, કોર્ટમાં લેવાયો આ મોટો નિર્ણય…
રાણો રાણાની રીતે, તમારે થાય એટલા લેતા આવો આવી અલગ-અલગ વટ અને ખુમારીની મોટી મોટી વાતો કરતો ગુજરાતનો લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. છેલ્લા 55 દિવસથી તે જેલની હવા ખાતો જોવા મળ્યો છે. મયુર સિંહ રાણાના નામ શખ્સ પર હુમલા બાબતે તેને જેલમાં ધકેલવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલા વિશે ટૂંકમાં તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચેતેશ્વર ચોક નજીક બપોરના 2:00 વાગે મયુરસિંહ રાણા નામના શખ્સ પર દિન દહાડે ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ વાયરલ થયેલ આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય તેમ છે કે ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે સાથી મિત્રો દ્વારા મયુરસિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ મયુર સિંહ રાણાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ દેવાયત ખવડ અને બંને મિત્રો પોલીસની પકડથી દસ દિવસ સુધી ભાગી છુટ્યા હતા.
પરંતુ કોર્ટમાં હિયરિંગ સમયે દેવાયત ખવડ અને બંને સાથી મિત્રો પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા. ત્યારબાદ કોટે ત્રણ દિવસના કડક રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલના હવાલે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા 55 દિવસથી આ ત્રણેય આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે. આ મામલે પર હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ અને તેના બે સાથી મિત્રો દ્વારા નિયમિત જામીનની અરજી કરવામાં આવી હતી. દેવાયત ખવડની નિયમિત જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ કોર્ટ આરોપીને ફરી અરજી કરી શકે તે માટે થોડીક છૂટ પણ આપી છે. છેલ્લા 55 દિવસથી દેવાયત ખવડ છેલ્લી હવા ખાઈ રહ્યો છે. પરંતુ હવે તેનું જેલમાંથી છૂટવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. બીજી વાર તેની જામીન અરજી ફગાવવામાં આવી છે.