રાણાને છૂટી ગયો રેલો ! દેવાયત ખવડને બચાવવા વકીલે આપ્યું ચોંકાવનારું નિવેદન કહ્યું- પોલીસે ખોટી FIR દાખલ કરી CCTVમાં… જુઓ વિડિયો
રાણો રાણાની રીતે ફેમસ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. સાત ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચેતેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના શખ્સ પર ભર બપોરે દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો દ્વારા ધોકા અને લોખંડની પાઇપ પડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
મયુર સિંહ રાણા પર થયેલ આ હુમલાના લાઇવ સીસીટીવી ફૂટેજ ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ સમગ્ર ઘટના બાદ દેવાયત ખવડ પર 307 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા દસ દિવસથી તે ફરાર હતો. આવતીકાલે બપોરના સમયે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ દેવાયત ખવડ સામેથી રજૂ થયો હતો. પરંતુ દેવાયત ખવડ કેસ મામલે એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં દેવાયતના વકીલે મારામારીના વીડીયા વિશે ચોંકાવનારા દાવા કર્યા છે.
આ સમગ્ર અપડેટ વિશે તમને જણાવી દઈએ કે રાજકોટના હાઈ પ્રોફાઈલ દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવો પક્ષના વકીલે વીડિયોમાં માર મારનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો મોટો ચોકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે સીસીટીવીમાં માર મારનારનું મોઢું ચોખ્ખું દેખાઈ રહ્યું નથી. વ્યક્તિ દેવાયત ખવડ છે એ માનવું યોગ્ય નથી. તેણે વધુમાં જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપસી દુશ્મનો મામલો છે. એવું સામે આવી રહ્યું છે. પોલીસએ 307 કલમ હેઠળ જે ફાયર કરી છે FIR સંપૂર્ણપણે ખોટી છે.
હાલ રાણાને રેલો છૂટી ગયો હોય તેવું લાગી રહ્યું છે દેવાયત ખવડના બચાવ પક્ષના વકીલે ઘણા સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવો જોઈએ. CCTV ફૂટેજના આધારે જે FIR કરવામાં આવી છે તે CCTV ફૂટેજમાં કોઈ વ્યક્તિનું મોઢું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું નથી. આ વીડિયોમાં ખાલી બસ એટલું જ દેખાય રહ્યું છે કે કોઈ ડંડા અથવા લોખંડની પાઇપ વડે હુમલો કરીને હાથ પગ પર મારી રહ્યું છે. માથાના ભાગ પર કોઈએ ઘા માર્યા નથી. સાત આઠ વખત તેણે ઘા માર્યો છે અને કોઈ ગંભીર ઇજાઓ એને કરી નથી. જેથી 307 કલમનો ઉમેરો કરીને કરેલ FIR તદ્દન ખોટી છે. જુઓ વીડિયામાં વકીલે શું નિવેદન આપ્યું..