નવરાત્રિમાં વરસાદની જોવા મળશે રમઝટ, ચોમાસાની વિદાય વચ્ચે આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવે તેવા ભારે વરસાદની અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી…

રાજ્યમાં નવરાત્રીની તૈયારીઓ પૂર જોશ માં ચાલી રહી છે હવે નવરાત્રીને બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને કારણે હાલ ખેલૈયા આનંદ મંગલ છવાયેલો છે પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામશે તેને લઈને મોટી આગાહી ની જાહેરાત કરવામાં આવી છે તેને આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સાથે હવામાનમાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ પોતાના અનુમાન મુજબ નવરાત્રીના દિવસોમાં વરસાદની સંભાવનાને લઈને નવી નકોર આગાહીની જાહેરાત કરી છે. નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા આપી છે પાંચ ઓક્ટોબર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે તોફાને વરસાદ ધડબડાટી બોલાવી શકે તેમ છે.

26 સપ્ટેમ્બર ના રોજ બંગાળની ખાડીમાં એક સક્રિય સિસ્ટમ ઉત્પન્ન થશે જેને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જોર પકડી શકે છે. મીડિયા અહેવાલ મુજબ અંબાલાલ પટેલની વાતચીતમાં 26 સપ્ટેમ્બર થી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે 28 સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની શરૂઆત થશે.

આ સાથે જ નવરાત્રિના દિવસોમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છુટા છવાયા ઝાપટાઓ જોવા મળશે તો આ સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ અનુમાનના ભાગરૂપે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. કેમ કે નવરાત્રિના દિવસો પછી ઘણા બધા પાકો પાકવાની તૈયારી ઉપર હોય છે. આ વરસાદને કારણે ઘણા પાકોને મોટી માત્રામાં નુકસાની થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *