મોરબી હોનારતમાં રાજુલાના આ પરિવારે પુલ પર લીધેલી તસવીરો ક્યારેય નહિ ભૂલી શકે, નવ વર્ષના બાળકે કર્યું કઈંક એવું કે આખા પરિવારનો જીવ બચી ગયો…
ગત રવિવારે મોરબીમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેને કારણે મોરબી પંથક અને આજુબાજુના અનેક વિસ્તારોના ઘણા બધા પરિવારો હતાં નહોતા થઈ ગયા હતા. મોરબીમાં આવેલ ઝુલતો પુલ તૂટી જતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે આ સમગ્ર ઘટના ને કારણે આખું ગુજરાત હલબલી ગયું છે ત્યારે આ ઘટનાના અમુક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે સાંભળીને કઠણ દિલવાળો પણ ચોધાર આંસુએ રડી પડે છે.
આ સમગ્ર ઘટનામાં રાજુલાનો એક આખો પરિવાર આ મોરબીના ઝુલતા પુલ પર ફરવા માટે ગયો હતો પરંતુ આ ઘટનાને કારણે પુલ ઉપર જતા જ કંઈક એવો ચમત્કાર થયો કે જેને કારણે આ સમગ્ર આખો પરિવાર બચી ગયો હતો તેની આ સમગ્ર ઘટના જણાવે છે. આ સમગ્ર ઘટના બનતા રહી ગયેલા રાજુલાના સાગરભાઇ મહેતા જણાવે છે કે અમે પુલ પર મધ્ય સુધી પણ ન પહોંચી શક્યા ત્યાં અમારા પરિવાર સાથે એક નાનો 9 વર્ષનો છોકરો હતો.
જે બીકથી રડવા લાગ્યો હતો અમે પુલ પર ફક્ત બે ત્રણ તસવીરો ખેંચીને આ બાળક સાથે સમગ્ર પરિવાર પુલ પરથી નીચે આવી ગયા હતા અને ત્યારબાદ અમે પાર્કિંગમાં પહોંચીને ગાડીઓ કાઢીને ફૂલની બહાર આવતા જ 15 મિનિટ બાદ આ સમગ્ર કરુણ ઘટના બની હતી. સાગરભાઇ વધુ જણાવતા કહે છે કે જો અમારી સાથે આ નવ વર્ષનો નાનો બાળક ન હોત તો અમે સમગ્ર પરિવાર સાથે આજે મૃત્યુને પેટીયુ હોત આ સમગ્ર દુર્ઘટના માંથી બચતા બચતા રહી ગયા હતા.
આ પરિવાર રાજુલા શહેરના દુર્લભ નગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો છે. રાજુલાનો આ બચેલ પરિવાર મોરબીમાં પોતાના સગાને ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ સાગરભાઇ મહેતા કોમલબેનના નેત્ર સહિતના પરિવારના લોકો આ ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા ત્યારે આ પુલ પર થોડેક સુધી પહોંચતા જ તેની સાથે ગયેલ નવ વર્ષનો નેત્ર બાળક બીક ના કારણે રડવા લાગ્યો હતો અને આ પોલ પરથી બહાર આવવા માટેની જીદ પકડી હતી
ત્યારે આ સમગ્ર પરિવાર ફક્ત અમુક તસવીરો ખેંચીને પુલ પરથી પરત આવી ગયો હતો અને આ ત્યારબાદ 15 મિનિટ પછી આ સમગ્ર ઘટના બની હતી આ જુલતા પુલ પર લીધેલ સેલ્ફીઓ અને પરિવારની આ સમગ્ર આપવીતી વાળી કરુણ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. વધુમાં આ પરિવારના લોકો વધારે જણાવી રહ્યા છે કે આ દુર્ઘટના બની ત્યારે અમારા સગા વાલા ના સતત ફોન આવી રહ્યા હતા અને સમગ્ર હોનારતને કારણે સગા સંબંધીઓ ભારે ચિંતાની પરિસ્થિતિમાં મુકાયા હતા