દિવાળી પહેલા ફરી એકવાર ખાદ્ય સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે થયો આટલો મોટો વધારો, જાણો લેટેસ્ટ ભાવ…
દશેરા બાદ હવે દિવાળીનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે તેવામાં ગૃહિણીઓ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ખાદ્ય સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં ખાદ્યતેલની સતત ઊઠતી વધારે પડતી માંગને કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો વધારો હાલ કરવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગના પરિવારો માટે હાલ મોંઘવારીના મારમાં બધું એક માર પડી શકે તેમ છે દિવાળી જેવા વર્ષના સૌથી મોટા તહેવારમાં ખાદ્યતેલના ભાવમાં વધારાને કારણે હાલ તહેવારોની ખરીદીમાં મુશ્કેલી થઈ શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. મધ્યમ વર્ગના લોકોને કહેવું છે કે જો આવી જ રીતે ભાવ વધારો કરવામાં આવશે તો આવતા સમયમાં તહેવારોમાં સારી વાનગીઓ તેમજ ધામધૂમથી તહેવારો ઉજવવા મુશ્કેલ બની શકે તેમ છે.
તહેવારો ઉપર આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્યતેલ વેપારી મહામંડળના પ્રમુખ એવા બીપીન મોહને પોતાનું નિવેદન આપતા જણાવે છે કે આ વર્ષે હવામાનમાં મોટા ફેરફારને કારણે મગફળી તેમજ કપાસનું ઉત્પાદન ઓછું થવાનું છે તો તહેવારોમાં વધુ પડતી ખાદ્ય તેલની માંગને કારણે તેલની તંગી ઉભી થઈ શકે તેમ છે થોડા સમય પહેલાની વાત કરવામાં આવે તો બજારમાં સિંગતેલના ડબ્બા નો ભાવ ₹3,000 સુધી પહોંચી ગયો હતો પરંતુ તેમાં થોડો ઘટાડાને કારણે થોડી રાહત મળી હતી.
આજે ફરી એકવાર ખાદ્ય તેલમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં સીંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો અને કપાસિયા તેલમાં એક ડબ્બે 30 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. વધારો થતાં સીંગતેલના નવા ભાવ ₹3050 એ પહોંચી ગયા છે. સીંગતેલનો નવો ભાવ 3000ની ઉપર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 2500 વટાવી ગયો છે. તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની ઉડતી મોટી માંગને કારણે ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
તહેવારોની સિઝનમાં જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે કેમકે સિંગતેલમાં ડબ્બે 50 અને કપાસિયા તેલમાં ડબ્બે 30 નો વધારો થતા મધ્યમ વર્ગના પરિવારોમાં મોંઘવારીનું મોજુ ફરી વળ્યું છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોને જણાવવામાં આવ્યું હતું કે બજાર ઉઘડતા જ સીંગતેલનો જુનો ભાવ 3000 હતો પરંતુ સોમવારથી જ ભાવ વધારો આવતા સીંગતેલનો ભાવ 3050 ઉપર પહોંચી ગયો છે અને કપાસિયા તેલનો ભાવ 2450 હતો તે વધીને 2500 થઈ ગયો છે.