રિમાન્ડ પૂર્ણ થતા દેવાયત ખવડ સહિત બંને આરોપીઓ જેલના હવાલે, 10 દિવસ રાણો ક્યાં સંતાયો હતો ? થયો મોટો ખુલાસો….
ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડ અવારનવાર પોતાના ડાયરાઓમાં અને લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં વટ અને ખુમારીની મોટી મોટી વાતો કરતો નજરે પડતો હોય છે. “રાણો રાણાની રીતે”,”તમારે હોય એટલા લેતા આવો” આવા ઘણા વાક્ય દેવાયત ખવડના પોતાના ડાયરાઓમાં બોલતો હોય છે. પરંતુ હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. દેવાયત ખવડ હાલ ક્રાઈમ કલાકાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ સહિત બંને આરોપીઓના રિમાન્ડ ગઈકાલે પૂર્ણ થયા છે. આ ત્રણેય આરોપીઓને મયુરસિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલાના આરોપમાં જેલના હવાલે કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના વિશે ટૂંકમાં જણાવી દઈએ કે 7 ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચેતેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ અને તેના બે સાગરીતો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડી દ્વારા ભર બપોરે ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ જીવલેણ હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના બાદ મયુર સિંહ રાણા ગંભીર ઈજગ્રસ્ત થયો હતો. અને તેના પરિવાર દ્વારા દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો પર 307 અને બીજી અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે આ ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલના હવાલે કરવામાં આવ્યા છે.
પીડિત મયુર સિંહ રાણા અને તેના પરિવારજનો દ્વારા આ સમગ્ર ઘટનાની ફરિયાદ પીએમઓ સુધી પહોંચાડવામાં આવી હતી. હુમલાના દસ દિવસ બાદ દેવાયત ખવડ પોપટની જેમ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયો હતો. ત્યારબાદ પછીના દિવસે તેના બીજા બે સાથી મિત્રો પણ પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતાં. આ ત્રણે આરોપીઓ પોલીસ સમક્ષ રજૂ થતાં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. ઘણા સવાલોમાં એક સવાલ એ પણ હતો કે હુમલા બાદ દસ દિવસ સુધી આ ત્રણે આરોપીઓ ક્યાં હતા?
પોલીસે આ ત્રણે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને પોલીસે કોર્ટ પાસે પાંચ દિવસના કડક રિમાન્ડની માંગણી મૂકી હતી. પરંતુ કોર્ટે આ ત્રણેય આરોપીઓને બે દિવસના કડક રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગઈકાલે આ ત્રણે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલના હવાલે કરવામાં આવ્યા છે. 10 દિવસ સુધી દેવાયત ખવડ અને તેના સાથી મિત્રોને એક વાડીમાં સંતાવા માટે આશરો આપવામાં આવ્યો હતો તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે.