હવે દરિયો ખરેખર તોફાની બનશે, આ વિસ્તારોમાં ભારે પવન સાથે તબાહી મચાવે તેવા ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી…
સમગ્ર રાજ્યમાં નવલા નોરતાનો શુભારંભ થઈ ગયો છે તો તેની સાથે સાથે જ વરસાદે પણ અનેક વિસ્તારોમાં પોતાની રમઝટ ચાલુ કરી દીધી છે રાજ્યના વાતાવરણમાં એકાએક મોટા પાયે પલટો આવતા વરસાદી સિસ્ટમ તાત્કાલિક સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાગ વાદળો ઘેરાતા બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
તો આ સાથે જ વધુમાં આવતા દિવસોમાં વરસાદી માહોલ બન્યો રહેશે તેના લઈને હવામાન વિભાગ અને તેના નિષ્ણાતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટા હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનો દરિયો ભારે તોફાની બનશે તેને લઈને આગોતરા એંધાણ જાહેર કર્યા છે. જોકે હાલ સોમનાથ અને દ્વારકાના દરિયામાં ભારે હાલચાલ અને મોટી માત્રામાં કરંટ જોવા મળી રહ્યો છે
તો આ સાથે જ અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં મોટું ચક્રવાત ઉત્પન્ન થવાની મોટી સંભાવના હવામાન નિષ્ણત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તો આ સાથે જ હાલ કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ આ વિદાઈ એક અઠવાડિયા જેટલી પાછળ ખેંચાઈ શકે છે.
અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે નવરાત્રિના નવે નવ દિવસ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી શકે છે તેમાં પણ ખાસ 28 થી 2 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની ભયંકર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં મઘ્યમથી હળવો વરસાદ નોંધાઈ શકે છે.
વધુમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ ઉત્પન્ન થશે જેને કારણે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની ટકોર કરી છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત ઉત્પન્ન થવા જઈ રહ્યું છે જે આ સીઝનનું છેલ્લું ચક્રવાત રહેશે તેની પણ વિગતવાર માહિતી તેમને જાહેર કરી છે બંગાળની ખડીના પૂર્વ પશ્ચિમ સેન્ટ્રલ વિસ્તારમાં હવાનું મોટું લો પ્રેશર ઉત્પન્ન થશે જે ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદનો મોટો અને છેલ્લો રાઉન્ડ લઈને આવશે.