હવે પાક્કુ રાણાના ઘોબા ઉપડી જશે ! પીડિત મયુરસિંહ રાણાના પરિવારે આપ્યું ચોંકાવનારૂ નિવેદન કહ્યું- જો 48 કલાકમાં ભાગેડુ દેવાયત ખવડને…

ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડે રાજકોટમાં એક શખ્સ પર હુમલો કરીને છેલ્લા છ દિવસથી ફરાર થયો છે. ત્યારબાદ દેવાયત ખવડના ઘણા બધા જુના વિડીયો અને ઘણા નવા વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. દેવાયત ખવડ અવારનવાર લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં વટ પાડી દેવાની અને મોટી ખુમારીની વાતો ફેકતો નજરે પડતો હોય છે. પરંતુ છેલ્લા છ દિવસથી પોતે જ એક ગુનો કરીને ફરાર થયો છે.

આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે ગત બુધવારે બપોરના સમયે રાજકોટના ચેતેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો સહિત ધોળા દિવસે ધોકા અને લોખંડની પાઇપ વડે તેના પર જીવણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હુમલાના લાઇવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પરંતુ હાલ દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓ છેલ્લા છ દિવસથી પોલીસની ધરપકડથી ભાગી રહ્યા છે.

આ સમગ્ર ઘટના બાદ મયુર સિંહ રાણાને તાત્કાલિક નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તેને હાથ પગ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેણે દેવાયત ખવડ સાહિત્યના સાથી હુમલો કરનાર મિત્રો પર જીવ લેવાનો પ્રયાસ કરતી કલમ સહિત અન્ય કલમોને આધારે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ દેવાયત ખવાડે ધરપકડથી બચવા માટે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરી છે.

પરંતુ આ ઘટના એક નવો વળાંક લઈ રહી છે. આ સમગ્ર મામલા વિશે એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. પીડિત મયુર સિંહ રાણાના પરિવારજનો દ્વારા એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીડિયા કોન્ફરન્સમાં મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈ પ્રદિપસિંહ ઝાલા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેને જણાવ્યું છે કે દેવાયત ખવડ પોલીસ સાથે સારા સંબંધો ધરાવે છે. વધુમાં કહે છે કે પોલીસ મારા ખિસ્સામાં છે આવું દેવાયત ખવડ અને તેના સાથી ભાઈઓ અવારનવાર કહીને અમને ધમકાવતા હોય છે.

પીડિત મયુરસિંહ રાણાના પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જો આગામી 48 કલાકમાં દેવાયત ખવડ સહિત આરોપી મિત્રો ને પકડવામાં નહીં આવે તો આ સમગ્ર ઘટના વિશે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તો આ સાથે જ વધુમાં તેમને જણાવ્યું છે કે જો આગામી સમયમાં દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો મોટું આંદોલન પણ કરવામાં આવી શકે છે. પીડિતના પરિવારોએ જણાવ્યું છે કે દેવાયત ખવડને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારા સંબંધ છે જેને કારણે તે આ સમગ્ર ઘટનાની પાછળ દેવાયત ખવડનો સાથ આપી રહી છે. મયુર સિંહ રાણાના પરિવાર દ્વારા દેવાયત ખવડ પર ઘણા બીજા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *