હવે નક્કી રાણાના ઘોબા ઉપડશે ! જેલના હવાલે થયેલ દેવાયત ખવડને લઈને પોલીસ તપાસમાં થયો નવો મોટો ખુલાસો, જાણો…
રાણો રાણાની રીતે ફેમસ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને દેવાયત ખવડ હાલ ક્રાઈમ કલાકાર બન્યા હોય કેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ કોર્ટ સમક્ષ રજૂ થતા દેવાયત ખવડ અને તેના સાથે મિત્રોને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ સમગ્ર ઘટના બાબતે એક ખૂબ જ નવા સમાચાર સામે આવી રહ્યા છે. જેને કારણે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે.
આ સમગ્ર ઘટના વિશે તમને ટૂંકમાં જણાવી દઈએ કે 7 ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચેતેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો દ્વારા ધોળા દિવસે ધોકા અને લોખંડની પાઇપ વડે જીવનલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ જીવલેણ હુમલાને કારણે મયુરસિંહ રાણાને હાથ પગ અને કમરના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો.
આ સમગ્ર ઘટના બાદ મયુરસિંહ રાણા અને તેના પરિવારજનો દ્વારા આ સમગ્ર ઘટના બાબતે દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ દસ દિવસ સુધી દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો ફરાર જોવા મળ્યા હતા. પરંતુ ગત અઠવાડિયે તેઓ કોર્ટ સમક્ષ રજૂ થયા હતા અને કોર્ટે તેનો ફેસલો સુનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ એ ડિવિઝન પોલીસની તપાસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે.
દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો પર આઈપીસી કલબ 120 (બી) નો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ દર્શાવ્યો છે. પોલીસે આપેલ રિપોર્ટમાં ફરિયાદી મયુર સિંહ રાણાની ઓફિસ પાસે ગુનાના આરોપીઓ દ્વારા રેકી કરવાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથે લાગ્યા છે. એ જાણવું પણ જરૂરી છે કે હાલ દેવાયત ખવડ અને તેના સાથી મિત્રોના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે જેલના હવાલે છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આ તમામ આરોપીઓ પાસે આ સમગ્ર ઘટનાનું કાવતરું રચ્યું હોવાની પૂછપરછ પણ કરી હતી.
પરંતુ આ પૂછપરછ દરમ્યાન દેવાયત ખવડ સહિત તમામ લોકોએ કાવતરું રચી હુમલો કરવાની આ બાબતને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હાલ આ સમગ્ર ઘટનાના આરોપીઓ જે હવાલે છે. ત્યારે પોલીસ આ સમગ્ર ઘટના બાબતે એક પછી એક પુરાવાઓ એકત્રિત કરી રહી છે. પોલીસને તપાસમાં હાથ લાગેલ સીસીટીવી ફૂટેજ અને બીજા કેટલાક પુરાવાના આધારે સ્પષ્ટ પણે નક્કી થયું છે કે આરોપીઓ દ્વારા આ હુમલાની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી હતી.