ચોમાસુ વિદાય લેતું અટક્યું, આ વિસ્તારોમાં ભારે પવન સાથે આભ ફાટે તેવા ભયંકર વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી….

27 તારીખથી હાથિયા નક્ષત્ર બેસવાનું છે આ નક્ષત્રની શરૂઆતની સાથે જ સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે હાલ મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો સૌથી મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ઉત્પન્ન થતા ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે તો આ સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મીની વાવાઝોડું જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે જેને લઇને હવામાન વિભાગ દ્વારા વિશેષ માહિતી આપી છે.

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા આ સક્રિય સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં અમરેલી, ભાવનગર, જેસર, બોટાદ, લીલીયા, સાવરકુંડલા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે બારડોલી, ડાંગ, નવસારી, વલસાડ, સાપુતારા, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસાદના બોલાવશે ભુક્કા તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજથી નવલા નોરતાનો શુભ આરંભ થયો છે, અત્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પરંતુ હવામાન વિભાગના નિષ્ણાતોએ નવરાત્રીમાં વરસાદને લઈને આગોતરૂ એંધાણ કર્યું છે કે નવરાત્રીના દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલા રહશે, જેને કારણે નવરાત્રી ખેલૈયાઓ માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે છે. તો આ સાથે જ ખેડૂતો માટે આ માઠા સમાચાર ગણી શકાય કેમ કે ટૂંકા ગાળાના પાકો હવે બસ પાકવાની તૈયારી ઉપર છે જો આવા સમયે વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાની થવાની શક્યતા રહે છે.

વધુમાં તમને જણાવી દઈએ કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા અઠવાડિયા સુધીમાં સમગ્ર રાજ્ય ઉપરથી ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષે હવામાન નિષ્ણાંતોના અહેવાલ અનુસાર સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે આ વર્ષે ચોમાસુ હજુ પંદર દિવસ પાછળ લંબાઇ શકે છે. રાજ્યમાંથી ચોમાસુ વિદાઈ લેતું અટકી ગયું હોય તેવા એંધાણ હાલ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પણ ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *