દેવાયત ખવડે જેના હાથ-પગ ભાંગી નાખ્યા હતા એ મયૂર સિંહ રાણાએ કર્યો મોટો ખુલાસો, જાણીને હલબલી જશો…

“માયકાંગ્લીનાવ તમારે બાધવા જ ન જવાય”, “રાણો રાણાની રીતે” ફેમ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડ મોટા વિવાદમાં સપડાયેલા જોવા મળ્યા છે. દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો મળીને બુધવારે રાજકોટમાં સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનામાં દેવાયત ખવાડે જેના ઉપર હુમલો કર્યો હતો તે મયુર સિંહ રાણાએ મોટું નિવેદન આપ્યું છે તેણે જણાવ્યું છે કે જ્યારે તે ઓફિસથી નીચે ઉતરીને પોતાની કાર તરફ આગળ જઈ રહ્યો હતો ત્યારે એક સ્વીફ્ટ કાર આવીને ઊભી રહી, અચાનક તેમાંથી બે યુવકો નીકળ્યા. જેમાં દેવાયત ખવડ પણ હતા. અને એક અજાણ વ્યક્તિ પણ હતી. આ સમગ્ર ઘટનામાં ટોટલ ત્રણ વ્યક્તિ હતી. એક ગાડી ચલાવી રહ્યો હતો અને દેવાયત ખવડ સહિત એક બીજી વ્યક્તિએ મારા પર ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ગાડીમાં બ્લેક ફિલ્મવાળા કાચ પણ લગાવેલા હતા.

આ સમગ્ર ઘટના પહેલાની એક અંગત તકરાર વિશે મયુરસિંહ રાણા જણાવે છે કે તેમના મામા જે જગ્યાએ રહે છે ત્યાં ગાડી પાર્કિંગ કરવાના મામલે માથાકૂટ થઈ હતી. અને દેવાયત ખવડ સાથે તેમના સારા સંબંધો પણ હતા. પરંતુ કેટલાક બીજા લોકોની વાત પર આવીને દેવાયત ખવડ સાથે ઝઘડો થયો હતો. એક પટેલ યુવક જેને ખૂબ નશો કર્યો હતો. તેની સાથે ગાડી પાર્ક કરવા વિશે બબાલ થઈ હતી. ત્યારે મયુર સિંહ રાણાએ કહ્યું હતું કે અહીંથી ગાડી હટાવી લો ત્યારે દેવાયત ખવાડે ઉશ્કેરીમાં આવીને કહ્યું હતું કે તારાથી જે થાય એ કરી લે ગાડી તો અહીં જ પાર્ક થશે. દેવાયત ખવડ અવારનવાર લાઈવ પ્રોગ્રામ અને મોટા ડાયરામાં વટ અને ખુમારીની વાતો કરતા નજરે પડતા હોય છે જેનું હવે લાઈવ ઉદાહરણમાં સામે આવ્યું છે.

વધુમાં મયુર સિંહ રાણાએ જણાવ્યું હતું કે આ બબાલ વિશે જાનથી મારી નાખવાની પણ મને ધમકી આપવામાં આવી હતી. જેને કારણે મેં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અને પીએમઓમાં આ સમગ્ર ઘટના વિશેની અરજી પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના વિશે કોઈ એક્શન લેવામાં આવ્યું ન હતું. ત્યારબાદ દેવાયત ખવાડે મયુર સિંહ રાણાની ખરાબ છાપ ગામમાં ઊભી કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો. પરંતુ ત્યારબાદ મયુર સિંહ રાણા પર ધોળા દિવસે ધોકા અને લોખંડની પાઇપ પડે જીવલેણ હુમલો થયો હતો. આ સમગ્ર હુમલાના લાઇવ સીસીટીવી સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મયુર સિંહ રાણા ને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ એને હાથ પગ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે હતી. ત્યારબાદ મયુર સિંહ રાણાની ફરિયાદને આધારે દેવાયત ખવડ અને સાથે મિત્રો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પણ હજુ દેવાયત ખવડ અંડર ગ્રાઉન્ડ છે. તે ઝડપાઈ શક્યો નથી. પોલીસ તેના ઘરે તપાસ કરવા માટે પહોંચી ત્યારે ઘરે તાળા મારેલા હતા અને ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ વધુ તપાસ કરવા માટે તેમના વતન ગામ દુધઈમાં પણ પહોંચે છે પણ ત્યાં પણ કંઈ મળ્યો ન હતો હાલ તે અંડર ગ્રાઉન્ડ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *