હંમેશા વિવાદમાં રહેતી કિર્તી પટેલ બાધવા માટે ગેંગ સાથે પહોંચી ભેંસાણ ત્યારે પોલીસે કરી ધરપકડ, આ કલમ હેઠળ નોંધ્યો ગુનો, જાણો સમગ્ર મામલો…
ટિક ટોક માંથી ફેમસ થયેલ કીર્તિ પટેલ હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. અવારનવાર કેટલીક બાબતોને લઈને કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. પરંતુ આ વખતે કીર્તિ પટેલ કંઈક અલગ કાંડમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. કીર્તિ પટેલને તેના બાપે ઘરેથી કાઢી મૂકી હતી. સોશિયલ મીડિયા પર ખરાબ વર્તન અને ખરાબ વિડિયો બનાવાના કારણે પરિવારજનો તેનાથી પરેશાન થઈ ચૂક્યા હતા. જેને કારણે કીર્તિ પટેલને ઘરથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે ભેંસાણ એક પરિવારને ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર બેફામ વાણીનો ઉપયોગ કરીને વિડીયો અપલોડ કરી રહી હતી. આ સમગ્ર ઘટના બાબતે કીર્તિ પટેલ 10 લોકોની ટુકડી બનાવીને ભેસાણ તે પરિવાર સાથે ઝઘડો કરવા માટે પહોંચી હતી. પરંતુ ભેસાણ ઝઘડો કરવા પહોંચેલ કીર્તિ પટેલને પોલીસે દબોચીને આ 10 સાગરીતો સામે રાયોટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કીર્તિ પટેલે જમન ભાયાણીને મારી નાખવાની ધમકી હેઠળ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કીર્તિ પટેલ જમનભાઈની વિરોધમાં instagram પર બેફામ વાણીનો પ્રયોગ કરીને વિડીયો બનાવીને અપલોડ કરતી હતી. જેને કારણે હાલ તે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભેસાણના નવા બસ સ્ટેન્ડ સામે રહેતા 48 વર્ષના જમનભાઈ બાવાભાઈ ભાયાણી વિરુદ્ધ કીર્તિ પટેલ ઘણા સમયથી instagram એકાઉન્ટ પર ખૂબ જ ખરાબ વર્તન અને વાણીનો ઉપયોગ કરીને વિડીયો અપલોડ કરતી હતી. તો આ સાથે જમન ભાયાણીને આ વીડિયોમાં અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ અવારનવાર આપતી હતી.
સોશિયલ મીડિયા પર આ ધમકી બાદ કીર્તિ પટેલ 10 વ્યક્તિઓ સાથે એક ટુકડી બનાવીને સુરતથી ભેસાણ બાધવા માટે નીકળી હતી. પરંતુ કીર્તિ પટેલ અને સાથી મિત્રોને ભેસાણ પોલીસ અને એલસીબીએ ભેસાણ પહોંચે તે પહેલા ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ જમન ભાયાણીએ પોલીસ પાસે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ફરિયાદ અનુસાર પોલીસે કીર્તિ પટેલ (સુરત), અજય મંગુ જેબલીયા (સુરત) ,અવનીક ભરત વધાસીયા (સુરત), ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા) , જીતેન્દ્રસિંહ રાઠોડ (અમદાવાદ) , જતિન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત), યશ વિપુલભાઈ મુજપરા (સુરત), સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ), જયદિપ લાઠીયા (સુરત) વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને માર મારી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે