સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાનીએ કરી સગાઈ, જુઓ કોણ છે તેની લાઈફ પાર્ટનર…
ખજૂર ભાઈ એટલે કે નીતિન જાણીને આજે આખા ગુજરાતમાં લોકપ્રિય બન્યા છે. જરૂરિયાતમંદ લોકો માટે ભગવાન રૂપ બનેલ નીતિન જાની આજે સગાઈના સંબંધમાં બંધાયા છે. નિતીન જાનીએ પોતાના કરિયરની શરૂઆત એક યુટ્યુબ ચેનલના માધ્યમથી કરી હતી. આજે તેઓ ગુજરાત નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે. કુદરતી આફતના સમયે તેઓ હંમેશા સેવાના કાર્યમાં આગળ રહેતા હોય છે.
નીતિન જાણીએ કોમેડીના માધ્યમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થયા હતા. ત્યારબાદ ગુજરાત પર બે વર્ષ પહેલા આવી પડેલ તૌકતે વાવાઝોડાની કુદરતી આફતને કારણે ભારે વિનાશ થયો હતો. આ કુદરતી આફતમાં સમાજસેવાના કાર્યો કરવા માટે નીતિન જાની આગળ આવ્યા હતા અને લગભગ 200 થી વધારે લોકોને પાકા મકાનો બનાવી આપ્યા હતા. અને જીવન જરૂરી વસ્તુઓ પણ આપી હતી.
ખજૂરભાઈ ઉર્ફ અને નીતિન જાનીના અંગત જીવનને લઈને એક ખૂબ જ ખુશીના અને સારા સમાચાર સામે આવ્યા રહ્યા છે. નીતિન જાની આજે સગાઈના બંધનમાં બંધાયા છે. નીતિને જાણીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. ખજૂર ભાઈ આ સમગ્ર માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી છે. ખજૂર ભાઈ પોતાની સગાઈની કેક કાપતા હોય તેવો ફોટો પણ શેર કર્યો છે.
ખજૂર ભાઈએ પોતાની સગાઈનો ફોટો શેર કરીને પોતાની પાર્ટનર મીનાક્ષી દવેને આ ફોટામાં ટેગ પણ કરી હતી અને તેના કેપ્શનમાં સગાઈ કરી હોવાના સમાચાર પણ આપ્યા હતા. આ ફોટા નીતિન જાની શેરવાનીના લૂકમાં જોવા મળ્યા હતા અને તેની મંગેતર મીનાક્ષી દવે પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પહેલા નિતીન જાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 8 નવેમ્બરના રોજ સગાઈની જાણકારી આપી હતી. પરંતુ તે સગાઈ કોની સાથે કરી રહ્યા છે તેની સાચી ઓળખ આપી ન હતી.
પરંતુ આજે મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી હોવાની તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને સમગ્ર માહિતી આપી હતી. ખજૂરભાઈએ ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકોને આશરે 200થી પણ વધારે પાકા મકાનો અને રહેવાની સુવિધા પૂરી પાડી હતી. આ સમગ્ર કામના વીડીયાઓ તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર શેર કરતા હોય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. જુઓ તસવીરો