તહેવારના દિવસોમાં મોંઘવારીનો માર, આ શહેરોમાં CNG-PNGના ભાવમાં આવ્યો એક સાથે આટલા રૂપિયાનો મોટો વધારો, જાણો નવા ભાવ…
દિવાળીના તહેવારની સીઝન હવે ખૂબ જ નજીક આવી ગઈ છે તો તેવામાં આમ જનતાને મોંઘવારીના માર રૂપે વધુ એક ઝટકો લાગ્યો છે કારણકે કાલે જ સીએનજી અને સીએનજીના ભાવમાં આવ્યો છે ખૂબ જ મોટો વધારો, દેશના કેટલાક શહેરોમાં એક સાથે ત્રણ ત્રણ રૂપિયા સુધીનો ધરખમ વધારો જીકવામાં આવ્યો છે. ભાવમાં થયેલ વધારો 8 ઓક્ટોબર સવારે 6:00 વાગ્યાથી તમામ પંપો પર લાગુ કરવામાં આવ્યો છે.
સાત ઓક્ટોબરના રોજ સાંજે દિલ્હી એનસીઆરમાં સીએનજી અને એલપીજીના ભાવમાં વધારાનું એલાન કરવામાં આવ્યું હતું. તે મુજબ નવા ભાવ 8 ઓક્ટોબરે સવારે 06:00 વાગ્યે લાગુ કરી દેવામાં આવ્યા છે સીએનજી માં પ્રતિ કિલોમાં ત્રણ રૂપિયા નો મોટો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં અનેક વખત વધારો કરવામાં આવ્યા છે જેને કારણે હાલ cng ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે.
તહેવારના દિવસોમાં દિલ્હી એનસીઆર માં રહેતા લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે કારણ કે દિલ્હી એનસીઆર માં આવેલ સીએનજી કંપની એ સીએનજીના ભાવમાં વધારો જીકવામાં આવ્યો છે નેચરલ ગેસ બનાવતી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં એક સાથે ત્રણ રૂપિયા નો મોટો વધારો કરવામાં આવ્યો છે. તો આ સાથે જ કંપની દ્વારા એલપીજીના ભાવમાં પણ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ ₹3 નો વધારો કર્યો છે.
ચાલો જાણીએ દેશના અલગ અલગ શહેરોમાં જુના ભાવ અને વધારો કરવામાં આવેલા નવા ભાવ. દિલ્હીમાં સીએનજીના જુના ભાવ 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા પ્રતિ કિલોના ભાવ થયા છે. કાનપુરમાં 87.40 થી વધીને 89.81 રૂપિયા પ્રતિ કિલોના ભાવ થાય છે. કરનાલ અને કૈથલમાં CNGના ભાવ 84.27 રૂપિયાથી વધીને 87.27 રૂપિયા પ્રતિ કિલો થયા છે. મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા, ગુરુગ્રામમાં 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
LPG ના નવા ભાવ વિશે વાત કરીએ તો દિલ્હીમાં ભાવ વધીને 53.59, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં નવા ભાવ 53.46, મુઝફ્ફરનગર, સામલી અને મેરઠમાં વધીને 56.97, કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં 56.14 પ્રતિ સ્ટેંડર્ડ ક્યુબિક મીટર થઈ ગયા છે. તહેવારના દિવસોમાં આમજનતા ખૂબ જ મોટો ચટકો લાગ્યો છે.