રાણાની મુશ્કેલીમાં વધારો ! દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસના હાથે લાગ્યો આ મોટો પુરાવો, જાણો હવે શું થશે…
રાણો રાણાની રીતે ફેમસ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને દેવાયત ખવડ અવારનવાર પોતાના ડાયરામાં અને લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં વટ અને ખુમારીની વાતો ફેકતો હોય છે પરંતુ હાલ તે ક્રાઈમ કલાકાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. દેવાયત ખવડ અને તેના બે મિત્રો સાથે મળીને મયુર સિંહ રાણા નામના શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસના હાથે દેવાયત ખવડ વિરુદ્ધ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે.
આ સમગ્ર ઘટના વિશે ટૂંકમાં જણાવી દઈએ તો 7 ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચેતેશ્વર ચોક નજીક મયુરસિહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ અને તેના બે સાથી મિત્રો દ્વારા ભર બપોરે ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ પીડિત મયુર સિંહ રાણા અને તેના પરિવાર દ્વારા દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ થતા દસ દિવસ સુધી દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો પોલીસની પકડથી છૂટી રહ્યા હતા. પરંતુ 10 દિવસ બાદ દેવાયત સહિત બંને મિત્રો પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા. પોલીસ સમક્ષ રજૂ થાય તે પહેલા દેવાયત ખવાડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડની આ સમગ્ર ઘટના મામલે ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે દેવાયત ખવડ અને તેના બે સાથી મિત્રોને બે દિવસના કડક રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એ જાણવું પણ જરૂરી છે કે આ સમગ્ર ઘટનામાં યુવકને માર મારવાના કાવતરાં મામલે એ ડિવિઝન પોલીસે વિવિધ કલમનો ઉમેરો કરીને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આ ત્રણે આરોપીઓને જેલના હવાલે કર્યા હતા. તો બીજી તરફ પોલીસે સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરી હતી. જેમાં હાલ પોલીસને મયુરસિંહ રાણાની ઓફીસ પાસે દેવાયત ખવડ અને બે મિત્રો સાથે રેકી કર્યાના CCTV ફૂટેજ હાથે લાગ્યા છે. આ પુરાવાને કારણે હાલ દેવાયત ખવડ ની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આ સમગ્ર મામલે પોલીસે હાલ એક પછી એક પુરાવા એકત્રિત કરતી જોવા મળી રહી છે તો આ સાથે જ પોલીસે 20 ડિસેમ્બરના રોજ કોર્ટમાં આ કાવતરાની કલમનો ઉલ્લેખ કરીને કોર્ટમાં અરજી પણ રજૂ કરી હતી. પરંતુ હાલ આ સીસીટી ફૂટેજ પોલીસના હાથે લાગતા દેવાયત ખવડ અને તેના સાથે મિત્રોની મુશ્કેલીઓમાં ભારે વધારો થઈ શકે છે. તો આ સાથે જ પોલીસને બીજા પુરાવા પણ હાથે લાગે છે જેમાં આ સમગ્ર હુમલાની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી એવું જાણવા મળ્યું છે.