“રાણો રાણાની રીતે” ફેઇમ લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં થયો વધારો, આટલી કલમ હેઠળ નોંધાયો ગુનો, જાણો સમગ્ર મામલો…

“માયકાંગલીનાવ તમારે બાધવા જ ન જવાય” અને “રાણો રાણાની રીતે” આવા ડાયલોગથી પ્રખ્યાત થયેલ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને મોટા ડાયરા કલાકાર એવા દેવાયતભાઈ ખવાડ હાલ એક શખ્સ પર જીવલેણ હુમલો કરીને ફરાર થયા છે. આ સમગ્ર ઘટના બાદ હાલ તેની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. દેવાયત ખવડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે ગત બુધવારના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ સર્વેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા નામના શખ્સ પર લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડ સહિત તેના સાથી મિત્રો દ્વારા ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલા દરમિયાન મયુર સિંહ રાણાને હાથ, પગ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ સમગ્ર મામલાની જાણ પોલીસને તથા પોલીસનો કાફલો તરત ઘટના સ્થળે પહોંચ્યો હતો. મયુર સિંહને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મયુર સિંહ રાણાનું નિવેદન લીધું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે હું મારી ઓફિસથી નીચે ઉતરીને સર્વેશ્વર ચોક નજીક ચાલી રહ્યો હતો ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની બ્લેક ફિલ્મ વાળી સ્વીફ્ટ કાર આવીને ઉભી રહી હતી.

ત્યારબાદ તેમાંથી દેવાયત ખવડ અને તેનો એક સાથી મિત્ર ધોકો અને લોખંડની પાઇપ લઈને ઉતરીને મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલાનો લાઇવ સીસીટીવી ફૂટેજ તરત જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા આ વીડિયોમાં દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર ધોકા વડે હુમલો કરતો ચોખ્ખો નજરે પડી રહ્યો છે.

આ સમગ્ર ઘટના બાદ એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ પર વિવિધ કલમો હેઠળ મોટો ગુનો નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરોધ આઈપીસી કલમ 307, 325, 506(2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેને કારણે હાલ દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી હોય તેવું લાગી રહ્યું છે.

દેવાયત ખવડને રેલો છુટતા હાલ તે ફરાર થયો છે. છેલ્લા છ દિવસથી પોલીસ તેને સમગ્ર વિસ્તારમાં ગોતી રહિ છે પરંતુ હાલ તે અંડર ગ્રાઉન્ડ થયો છે. આ હુમલા પાછળનું કારણ મયુરસિંહ રાણાએ જણાવ્યું છે કે એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડ ની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં કાર પાર્કિંગને લઈને માથાકૂટ થઈ હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો મેદાને પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *